National

પાક. આર્મી ચીફ શાંતિ ઇચ્છે છે, આપણી સરકારે આગળ ડગલું ભરવું જોઇએ : નવજોતસિંહ સિદ્ધુ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની પીએમ પદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ ટીકાઓનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ શનિવારે ભારત સરકારને બંને દેશો વચ્ચે શાંતિ માટે પહેલનું ડગલું ભરવા આહ્‌વાન કર્યું હતું. કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રીએ આપણી ફરજ છે કે, આપણે પરત ફરીને સરકારને કહીએ કે તમે આગળ ડગલું ભરો, મને આશા છે કે, જો આપણે એક ડગલું આગળ વધીશું તો લોકો બે ડગલાં આગળ વધશે. સિદ્ધુએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવા તેમને ભેટી પડ્યા અને કહ્યું કે, તેઓ શાંતિ માગે છે. આજે સવારે બાજવા મારી પાસે આવ્યા અને કહ્યું અમે ગુરૂ નાનકની ૫૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કરતારપુર રૂટને ખુલ્લો મુકવા વિચારણા કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, સિદ્ધુનું નિવેદન પાકિસ્તાનમાં ઇમરાનખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી કમર જાવેદને ભેટ્યા બાદ આવ્યું છે. આ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા પહેલા સિદ્ધુએ પાકિસ્તાનના ૨૨મા વડાપ્રધાન ઇમરાનની પ્રશંસા કરતા કહ્યું કે, ખાન સાહબ જેવા લોકોએ ઇતિહાસ રચ્યો છે. તેમના આમંત્રણે મને સન્માનિત કર્યો છે. જે લોકો સંબંધો બાંધે છે તેઓ સન્માનજનક હોય છે. જે લોકો સંબંધો તોડે છે તેઓ અસન્માનનીય હોય છે અને હું સંબંધોનું સન્માન કરનારાઓમાં છું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.