નવનીત પ્રકાશનના માલિક નવીન શાહની હત્યા : બે આરોપી ઝબ્બે

અમદાવાદ, તા.ર૮
ગુજરાતમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં જાણીતા બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીન શાહની હત્યા કરાયેલી લાશ અરવલ્લીના માલપુર નજીકથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ત્રણ દિવસથી ગુમ થયેલા નવીન શાહનું અપહરણ થયું હતું. આ કેસમાં અપહરણ કરનારા મુખ્ય બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે આરોપીને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધા છે.
પોલીસે મૃતક નવીન શાહ અને ખંડણી માટે આવેલા નંબરની તપાસ કરતાં પ્રાંતિજના બાકરપુરના શૈલેષ પ્રભૂદાસ પટેલનું નામ સામે આવ્યું હતું. જેના આધારે ક્રાઈમબ્રાંચે રમેશભાઈ પટેલ (પોગલું, પ્રાંતિજ) અને જિગ્નેશ ભાવસાર (ચાણક્યપુરી, અમદાવાદ) સુધી પહોંચી પૂછપરછ કરતાં બંનેએ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પહેલાં નવીનભાઈ સાથે કામ કરી ચૂકેલાં જિગ્નેશે વિશ્વાસમાં લઈને નવીનભાઈને બોલાવ્યાં હતા. અપહરણ થયું હોવાનો ખ્યાલ આવી જતા નવીનભાઈએ ઝપાઝપી કરી હતી, જેને પગલે આરોપીએ તેમનું ગળું દબાવતા તેમનું મોત થઈ ગયું હતું. હાલ ક્રાઈમબ્રાંચે બંનેને અડાલજ પોલીસને સોંપ્યા છે. જો કે અમદાવાદમાં રહેતો જિગ્નેશ ભાવસાર મુળ પ્રાંતિજના બાકરપુરનો જ છે. પહેલાં તે તેના બનેવી સાથે મળીને નવનીત પ્રકાશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. અન્ય કોન્ટ્રાક્ટર અમરત ભરવાડ સાથેના ઝઘડા બાદ નવીન શાહે જ જિગ્નેશનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો. વર્ષો સુધી નવનીત સાથે સંકળાયેલો જિગ્નેશ નવીન શાહની દરેક બાબતથી પરિચિત હતો. તેની જ માહિતીના આધારે અન્ય ત્રણ લોકોની સાથે મળી તેમનું અપહણ કર્યું હતું.
જિગ્નેશ ભાવસારે જ નવીન શાહને કામદાર યુનિયન હડતાળ કરવાનું હોવાના તથા પોતે મધ્યસ્થી તરીકે કામ કરી દેશે તેવી ખાતરી આપીને બોલાવ્યા હતા. મંગળવારે જિગ્નેશ નિરમા યુનિવર્સિટી પાસે જ હાજર હતો, જેવી નવીનભાઈની કાર પસાર થઈ તેણે પોતાના સાગરીતોને જાણ કરી હતી. પૈસે ટકે સુખી નવનીતભાઇએ ઘરે મંગળવારે જ્યારે છેલ્લી વાર ભત્રીજા સાથે વાત કરી ત્યારે તેમને ફોન કરીને કહ્યું હતું કે હું આજે દોઢ કલાક મોડો આવીશ. પરિવારજનોએ દોઢ કલાક બાદ ફોન કરતા નવીનભાઇનો ફોન રણકતો બંધ થઇ ગયો હતો અને સ્વિચ ઓફ બોલતો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks