નવરંગપુરા : ઈમારતમાં આગ લાગતાં દોડધામ

ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી એક વ્યક્તિને બચાવી લીધો

અમદાવાદ, તા.૨૨

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ફોર્ચુન હાઉસમાં અદાણી વિલ્મોરમાં આજે સાંજે આગ ફાટી નિકળતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. થોડીક વારમાં આગે વિકરાળરૂપ ધારણ કરી લેતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ ખુબ જ ઝડપથી અન્ય સ્થળોમાં ફેલાઈ ગઈ હતી. એક વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી હતી. જો કે, આજે રવિવાર હોવાથી ભીડ ન હોવાથી વધારે મુશ્કેલી નડી ન હતી. અદાણી વિલ્મોર ઓફિસમાં આગના કારણે ભારે નુકસાન થયું છે. નજીકના આવેલા મોલને પણ બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમદાવાદના ફોર્ચુન હાઉસમાં અદાણી વિલ્મારમાં રવિવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.  થોડીવારમાં આગે વિકરાળ બનતા ઈમારતમાં કાંચ તોડવા પડ્યા હતા. આગ લાગતા ૬ ફાયરફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રવિવારના કારણે ભીડ ન હતી પરંતુ, ઈમારતમાંથી એક વ્યક્તિને રેસ્કયુ ઓપરેશન કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આગ પ્રસરતા ઈમારતના કાચ તોડવા પડ્યા હતા. જ્યારે હાઈડ્રોલિક લેડરની મદદથી આગ પર કાબુ કરવામાં આવ્યો હતો. ફોર્ચુન હાઉસમાં અદાણી વિલ્માર ઓફિસમાં રવિવારની સાંજે અચાનાક આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ફાયરફાઈટરના વાહનો સાથે સ્નોરકેલ પણ રવાના કરવામાં આવી હતી. આગ લાગતાના નજીકમાં આવેલો મોલ બંધ કરાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks