નવરાત્રિમાં ટ્રેડિશનલ વેશભૂષા, આભૂષણો અને ટેટુ ચિતરાવાનો ટ્રેન્ડ વધ્યો

જેનું નામ સાંભળતા જ યુવા હૈયાઓના હાથ પગ થનગનવા લાગે છે તે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને યુવા હૈયાઓ ખૂબ જ આનંદ, ઉમંગ અને જોશ સાથે વિવિધ વેશભૂષા પરિધાન કરી ગરબે ઘૂમી રહ્યા છે. શહેરોમાંથી હવે શેરી ગરબાઓ લુપ્ત થઈ રહ્યા છે જ્યારે પાર્ટી કલબ ગરબાનું જોર વધતું જાય છે. પરંતુ આમ ગરબાઓમાં ટ્રેડિશનલ ડ્રેસનું ચલણ વધતું જાય છે. ખાસ કરીને યુવતીઓમાં ચણિયાચોળી, ટેટુ ચિતરાવવા તથા વિવિધ પ્રકારના આભૂષણો પરિધાન કરી ગરબા ગાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પરિણામે ઓર્નામેન્ટના વેપારીઓ યુવતીઓની માંગ મુજબ બારીક નકશીકામ ધરાવતા આભૂષણો બનાવી વેચી રહ્યા છે. અમદાવાદ શહેરમાં માણેકચોક રાણીના હજીરામાં આવા આભૂષણોનું મોટંુ બજાર છે. જ્યાં મોટી સંખ્યામાં યુવતીઓ ખરીદી માટે આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks