નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરેની ‘બાયોપિક’માં મુખ્ય ભૂમિકા નિભાવશે

(એજન્સી) મુંબઈ, તા.૧૬
બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરેની આત્મકથા પર બનાવવામાં આવેલ ફિલ્મમાં બાલ ઠાકરેની ભૂમિકા નિભાવશે.
અહેવાલ મુજબ બાલ ઠાકરેના જીવન પર આધારિત આ બાયોપિકનું પ્રથમ શો ર૧મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં પ્રદર્શિત કરવામાં આવશે જેમાં અમિતાભ બચ્ચન પણ ઉપસ્થિત રહેશે. નવાઝુદ્દીન સિદ્દીકીએ મીડિયાને જણાવ્યું કે આ બાયોપિકની સત્તાવાર જાહેરાત માટે રાહ જુએ. અહેવાલ મુજબ શિવસેના પ્રવક્તા અને રાજ્યસભાના એમપી સંજય રાવતે આ બાબતને હસી કાઢી હતી અને જણાવ્યું કે બાયોપિકમાં નવાઝુદ્દીનનો પ્રથમ દેખાવ જાહેર થતા જ બધી ચર્ચાઓનો અંત આવી જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બાલ ઠાકરેની આત્મકથા સંજય રાવતે લખી છે જે રિચાર્ડ એટોર્નબર્ગની ફિલ્મ ‘ગાંધી’ અને જસ્ટિન ચેડવિક મન્ડેલાની લોંગ વોક ટુ ફ્રીડમ ફિલ્મથી પ્રેરિત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે રાઉતે પછીથી સ્વીકાર્યું કે તેમને બાલા સાહેબ ઠાકરે સાથે ઘણો સમય સહવાસમાં રહ્યા હતા. બાલા સાહેબ સાથેના સહવાસ દરમ્યાન તેમના કુટુંબીજનો સહિત કોઈની પણ દખલગીરી નહોતી તેમ રાવતે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks