National

એનસીપી સાથે જોડાણ કરી કોંગ્રેસ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી હોત : પ્રફુલ્લ પટેલ

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે સોમવારે કહ્યું કે, જો કોંગ્રેસે ગુજરાત ચૂંટણીમાં તેમની પાર્ટીની સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામ ‘શ્રેષ્ઠ’ આવી શક્યું હોત. શરૂઆતના પરિણામોમાં ગુજરાતમાં જ્યાં ભાજપા ૧૦૩ બેઠકો પર તો કોંગ્રેસ ૭૩ બેઠકો પર આગળ ચાલી રહી હતી. ચૂંટણીપંચના પરિણામોમાં રાકાંપાનો એક બેઠક પર વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. રાકાંપા સભ્ય પટેલે કહ્યું; ‘કોંગ્રેસે રાકાંપા સાથે ગઠબંધન કરવું જોઈતું હતું. તો તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા હોત.’’
રાકાંપા પહેલા કોંગ્રેસ નીત કેન્દ્રની સંપ્રગ સરકારની ઘટક હતી તથા મહારાષ્ટ્રમાં બન્ને દળોની ગઠબંધનની સરકાર હતી. ગુજરાતમાં કોંગ્રેસે રાકાંપા સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહીં. પટેલે કહ્યું કે, જી.એસ.ટી. લાગુ થયાના પહેલા બે મહિનાઓમાં એક મુદ્દો હતો. ‘સરકાર દ્વારા અને સંબંધિત લેવામાં આવેલા પગલાઓથી નારાજ વેપારીઓ શાંત થયા.’
ગુજરાતમાં બીજેપી સરકાર બનાવતી નજરે પડી રહી છે. સરકાર બનાવવા માટે જરૂરી ૯ર જાદુઈ આંકડા બીજેપી સતત છઠ્ઠીવાર સ્પર્શવા માટે આગળ વધી રહી છે. મતગણતરીની શરૂઆતના આંકડાઓમાં ભલે કોંગ્રેસે ટક્કર આપી હતી, પરંતુ જેમ-જેમ પરિણામો આવતા ગયા, તેમ તેમ કોંગ્રેસની બેઠકો ઓછી થતી ગઈ છે. જો પ્રદેશ પ્રમાણે ચૂંટણીનું આકલન કરવામાં આવે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, બીજેપીને જીત અપાવવામાં આ વખતે મધ્ય ગુજરાત અને દ.ગુજરાતે મુખ્ય ભૂમિકા ભજવી છે.
કોંગ્રેસનું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બેઠકો પર શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, પરંતુ તે તેને સત્તા અપાવવામાં નિષ્ફળ રહી. આંકડાઓમાં સૌરાષ્ટ્રની પ૪ બેઠકોમાંથી ૩૧ કોંગ્રેસના ખાતામાં તો રર બીજેપીના ખાતામાં ગઈ છે. જ્યારે એક બેઠક અન્યના ખાતામાં ગઈ છે. ઉ.ગુજરાતમાં ૩ર બેઠકો છે. જેમાં ૧૩ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહી છે. જ્યારે ૧૮ બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો આગળ છે અને એક બેઠક પર અન્ય આગળ છે.
દ.ગુજરાતમાં ૩પ બેઠકો છે, જેમાં રપ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહી છે, જ્યારે ૮ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બે બેઠકો પર અન્ય ઉમેદવાર આગળ છે. મધ્ય ગુજરાતમાં ૬૧ બેઠકો છે, જેમાં ૪ર બેઠકો પર બીજેપી આગળ ચાલી રહી છે, જ્યારે ૧૭ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ર બેઠકો પર અન્ય આગળ છે.