National

ઉ.પ્ર. અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારીનું તેમની ૯૩મી વર્ષગાંઠે જ નિધન

(એજન્સી) તા.૧૮
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ એનડી તિવારીનું નિધન થયું છે. સંયોગથી આજે તેમનો જન્મ દિવસ પણ હતો. તેઓ ૯૩ વર્ષના હતા. તે ત્રણ વખત ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનું નિધન દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. એનડી તિવારી છેલ્લા ૧૨ મહિનાથી પથારીવશ હતા. તેમને બ્રેન હેમરેજ થયું હતું. આથી તેમની કિડની પણ ફેલ થઈ ગઈ હતી.
એનડી તિવારીની ગણના કોંગ્રેસના સૌથી તાકાતવાર નેતામાં થતી હતી. પોતાના રાજકીય જીવનમાં તેઓએ ઘણા મહત્વના પદ સંભાળ્યા હતા. તેઓ કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તે ૧૯૭૬માં પ્રથમ વખત સીએમ બન્યા હતા.
એનડી તિવારી ઉત્તરાખંડના એકમાત્ર સીએમ હતા જેમણે અત્યાર સુધી પોતાનો કાર્યકાળ ૫ વર્ષ પૂરો કર્યો હતો. એનડી તિવારી સિવાય કોઇપણ સીએમ ઉત્તરાખંડમાં આવું કરી શક્યા નથી. એનડી તિવારીના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી હતી. યુપી સીએમના ટિ્‌વટર એકાઉન્ટથી ટિ્‌વટ કરવામાં આવ્યું છે કે ઈેંંઁઝ્રસ્ શ્રી ઈંર્રૂખ્તૈછઙ્ઘૈંઅટ્ઠહટ્ઠંરએ શ્રી નારાયણ દત્ત તિવારીના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.