નેહરાનું પુનરાગમન, અશ્વિન અને જાડેજાની ફરી અવગણના

નવી દિલ્હી, તા.ર
ડાબોડી ઝડપી બોલર આશિષ નેહરાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાત ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટવેન્ટી-ર૦ સિરીઝ માટે ભારતની ૧પ સભ્યોની ટીમમાં પુનરાગમન કર્યું છે જ્યારે સ્પિનર અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને ફરી એકવાર તક આપવામાં આવી નથી પસંદગીકારોએ રહાણેને પણ બહાર કરી દીધો છે જેણે વન-ડે સિરીઝમાં સતત ચાર અર્ધસદી ફટકારી હતી. શિખર ધવન પત્ની બીમારી હોવાથી વન-ડે શ્રેણીમાંથી બહાર રહ્યા બાદ પુનરાગમન કર્યું છે. ઉમેશ યાદવ અને મો.શમીને પણ ટવેન્ટી-ર૦ ટીમમાં સ્થાન મળ્યું નથી અનુભવી દિનેશ કાર્તિકને યુવા રિંષતી પંત કરતા વધારે મહત્ત્વ અપાયું છે ૩૮ વર્ષીય નેહરાના પુનરાગમનથી અનેકને આશ્ચર્ય થયું હવે પણ ભારતીય ડ્રેસીંગ રૂમને તેના પર વિશ્વાસ છે ચહલ, કુલદીપ અને અક્ષર પટેલના સારા પ્રદર્શનના કારણે અશ્વિન અને જાડેજાનું પુનરાગમન હવે મુશ્કેલ છે.
ટીમ : કોહલી, રોહિત શર્મા, ધવન, રાહુલ, જાંધવ, હાર્દિક પંડયા, મનીષ પાન્ડે, ધોની, કુલદીપ, ચહલ, ભુવનેશ્વર, બુમરાહ, આશિષ નેહરા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks