(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
જમ્મુ-કાશ્મીરમાં ફરી સરકાર બનાવવાની અટકળો તેજ થઇ છે ત્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને અન્ય પણ કેટલાંક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, જેમની ભાજપ સાથે વાત ચાલી રહી છે. જો બહુમતી મળશે તો ભાજપ ત્યાં ફરીવાર સરકાર બનાવી શકે છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું છે. તેમની માંગ છે કે કાશ્મીરમાં કોઇ હિંદુને જ મુખ્યમંત્રી બનાવવો જોઇએ.
તેમણે વાત-ચીત દરમિયાન કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં કોઇ હિંદુને જ મુખ્યમંત્રી બનાવવા જોઇએ. પીડીપી પાસે જો કોઇ હિંદુ અથવા શીખ નેતા હોય તો અમે તેને મુખ્યમંત્રી બનાવી શકીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં કોઇ મુસ્લિમ જ મુખ્યમંત્રી બની શકે છે, જવાહરલાલ નહેરૂ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ પરંપરા સહન કરવામાં આવશે નહી.
તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની દરેક જિલ્લામાં શરીયત કોર્ટ ખોલવાના પ્રસ્તાવની પણ ટીકા કરી. તેમણે કહ્યું, આ બાબત દેશના ભાગલાં અને રાષ્ટ્ર વિરોધ માટે છે. અહી માત્ર એક જ કાયદો અને એક જ કોર્ટ છે. બંધારણ જ આપણું નિર્દેશક છે અને તેની બહાર કંઇ પણ સ્વીકાર કરવા યોગ્ય નહી હશે. તેમજ આ અંગેના કોઇ પણ પ્રકારના પ્રયત્નો સામે સરકારે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ અને રાષ્ટ્રની સુરક્ષા જોતાં આવા લોકોની ધરપકડ કરવી જોઇએ.