નેતાન્યાહુના સ્વાગતની તૈયારી શરૂ સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રયાસ

નવી દિલ્હી,તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં પોતાના ઇઝરાયેલી સમકક્ષ બેન્જામીન નેતાન્યાહુના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન એવા સમય પર ભારત આવી રહ્યા છે જ્યારે હાલમાં જ ભારતે જેરુસલેમના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના વિરોધમાં મત આપ્યુ હતુ. હકીકતમાં અમેરિકા જેરુસાલેમને ઇઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપે છે. જેનો આંતરરાષ્ટ્રીય સ્તર પર જોરદાર વિરોધ થયો હતો. ભારત દ્વારા કરવામાં આવેલા વોટિંગ સામે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૩ બાદ નેતાન્યાહુની આ યાત્રા કોઇ પણ ઇઝરાયેલી વડાપ્રધાનની આ પ્રથમ ભારત યાત્રા છે. વર્ષ ૨૦૦૩માં એરિયલ શેરોન ભારતના પ્રવાસે આવ્યા હતા. નેતાન્યાહુ ૧૬મીજાન્યુઆરીના દિવસે પહોંચી રહ્યા છે. તેઓ ચાર દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રવાસની શરૂઆતમાં તેઓ રાયસીના ડાયલોગને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ તેમના પત્નિ સાથે આગરા પહોંચશે. તાજમહેલને નિહાળશે. ત્યારબાદ મોદીની સાથે તેઓ અમદાવાદમાં પહોંચનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ તેઓએ ઇઝરાયેલની સાથે મજબુત સંબંધ સ્થાપિત કરી લીધા હતા. નેતાન્યાહુ મુંબઇમાં બિઝનેસ લીડરોને પણ મળનાર છે. ત્યાં બેબી મોશેની સાથે ભાવનાશીલ સંબંધ પણ ગાળનાર છે. મોશેના માતાપિતા વર્ષ ૨૦૦૮માં મુંબઇ હુમલામાં માર્યા ગયા હતા. એ વખતે મોશે માત્ર બે વર્ષનો હતો. હવે ચાબડ હાઉસમાં રહે છે. મોદીએ આ વર્ષે જુલાઇમાં ઇજરાયેલના પ્રવાસ દરમિયાન મોશે સાથે વાતચીત કરી હતી. નેતાન્યાહુની યાત્રાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks