નેતાન્યાહુની મુલાકાતની વિરૂદ્ધમાં આર્જેન્ટીનાના લોકોએ દેખાવો કર્યા

(એજન્સી) બુએનોસ એરઈસ, તા.૧૨
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુની લેટીન અમેરિકાની મુલાકાતના પગલે આર્જેન્ટીનાના લોકોએ ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. દેશની રાજધાની બુએનોસ એરઈસમાં પેલેસ્ટીની સમર્થકો અને ડાબેરી પાંખના પ્રદર્શનકારોએ રેલી યોજી હતી. નેતાન્યાહુની મુલાકાત પર તેમણે પેલેસ્ટીન વિરૂદ્ધ થઈ રહેલ અત્યાચારો અને પેલેસ્ટીન પ્રદેશો પર ઈઝરાયેલનો કબજો વગેરેને વખોડી કાઢ્યું હતું. તેમણે નેતાન્યાહુને હિટલર તરીકે પ્રદર્શિત કરતી તસવીરો તેમજ પેલેસ્ટીનમાંથી યહુદીઓને જતાં રહેવાના પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે નેતાન્યાહુને પણ જતા રહેવાના સૂત્રો પોકાર્યા હતા. અન્ય પોસ્ટરમાં નેતાન્યાહુને વોન્ટેડ ગુનેગાર તરીકે દર્શાવી માનવ અધિકારોનો ગુનો અને પેલેસ્ટીન પર ક્રૂરતા દાખવી રહ્યા હોવાના સૂત્રો ઉચ્ચાર્યા હતા. નેતાન્યાહુ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિની મુલાકાત લેવા જઈ રહ્યા હતા ત્યારે પણ લોકોએ દેખાવો કર્યા હતા. આર્જેન્ટીનાના સામાજિક કાર્યકર અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા એડોલ્ફ પેેરેઝે પણ નેતાન્યાહુની મુલાકાતને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયેલી વડાપ્રધાન માનવતા વિરૂદ્ધના ગુનાઓના આરોપી છે. તેમણે પેલેસ્ટીની શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદોમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા છે. ઈઝરાયેલી વડાપ્રધાનની લેટીન અમેરિકા સાથે પ્રથમ મુલાકાત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks