National

નવો મોબ લિંચિંગ કાયદો વિધાનમંડળનો સમય બગાડશે, સુપ્રીમકોર્ટનો આદેશ સ્થિતિનું વધુ રાજકીયકરણ કરવા માટેનું ખુલ્લું આમંત્રણ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
સુપ્રીમકોર્ટે મંગળવારે મોબ લિંચિંગની ઘટનાઓ નિયંત્રિત કરવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિસ્તૃત આદેશો આપ્યા છે અને મોબલિંચિંગ સામે કાયદો ઘડવાનું પણ કહ્યું છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ જજીસની બેંચે તેના ૪૫ પાનાના ચુકાદામાં આપણા દેશમાં કાયદાનું શાસન નિષ્ફળ નીવડ્યું હોવાને કારણે લિંચિંગની ઘટનાઓ વધી ગઇ હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો છે. આવા ગુનાઓને સામાન્ય રીતે પહોંચી વળવા કે ડામવા, નિવારવા કે અટકાવવા માટે કાયદાઓ હોવા છતાં નવો કાયદો ઘડવાની બાબત વિધાનમંડળનો સમય બગાડવા સિવાય કશું જ નથી. જો નવો કાયદો ઘડવામાં આવશે ત્યાર પછી આ કાયદો અમલી બનાવવા માટે કાયદા અમલી બનાવતા સત્તાવાળાઓ વધુ સમય અને સંસાધનોનો બગાડ કરશે. આ બાબત પરિસ્થિતિનું વધુ રાજકારણ કરવા ખુલ્લું આમંત્રણ આપશે. સુપ્રીમકોર્ટે લિંચિંગની ઘટનાઓ સાથે સંબંધિત કેસો ઉકેલવા માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટની પણ ભલામણ કરી છે પરંતુ ફાસ્ટ ટ્રેક કોર્ટ કાયદાના નબળા અમલીકરણને ઉકેલવા અને અપરાધનો દર નીચે લાવવાનું સૂચવતા કોઇ પુરાવા નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.