(એજન્સી) તા.૩
દેશમાં જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે જો તેનો આરોપી મુસ્લિમ હોય તો કોઈપણ પ્રકારે દેશભરના મુસ્લિમોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે અને મંદસૌર બળાત્કાર કેસમાં પણ આવું જ થયું છે. એક બનાવટી ન્યૂઝ પોર્ટલ દ્વારા દેશભરમાં મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ નફરત ફેલાવવાનું કામ કરવામાં આવે છે. ફેક ન્યૂઝ અંગેનો ખુલાસો કરતી એક વેબસાઈટે આ વિશે અહેવાલ પ્રગટ કરી સોશિયલ મીડિયા પર ફરતા એ બનાવટી સમાચારનો ખુલાસો કર્યો હતો કે મુસ્લિમોએ મંદસૌરની સડકો પર ઉતરી આરોપી ઈરફાનખાનને છોડી દેવાની માંગ કરી. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે મુસ્લિમ સમુદાયે તેને ફાંસી આપવાની માંગ કરી છે. પરંતુ આ ફેક ન્યૂઝ ટ્વીટર અને ફેસબુક પર ઝડપથી પ્રૃૃૃસરી રહ્યો છે. http://www.indiaflare.com નામની વેબસાઈટે એક લેખ અપલોડ કર્યો છે. આ લેખનું શીર્ષક છે કુર્આનમાં અન્ય ધર્મની સ્ત્રીઓનું બળાત્કાર યોગ્ય છે. ઈરફાનખાનને છોડી દો. આ લેખ સાથે મૂકવામાં આવેલા ફોટોમાં એક મુસ્લિમ પુરૂષ ‘ઈરફાનને છોડી દો’ના બેનર સાથે જે છે એ વાસ્તવિક ફોટો નથી. પરંતુ ફોટોશોપના ઉપયોગથી તેમાં ચેડાં કરવામાં આવ્યા છે. આ પ્રકારના બનાવટી ન્યૂઝ પોર્ટલ ક્યા લોકોના સમર્થનમાં ચાલી રહ્યા છે. ઈન્ટરનેટ પર નફરત ફેલાવનાર આવા સંખ્યાબંધ ન્યૂઝ પોર્ટલ વીડિયો, ટ્વીટર એકાઉન્ટ ફેસબુક પેજોની ભરમાર છે. જો સતત મુસ્લિમો વિરૂદ્ધ દ્વેષપૂર્ણ સંદેશાઓ પ્રસારિત કરે છે. આ ઉપજાવી કાઢેલો લેખ ૧ જુલાઈએ લખવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને ૧૬,૦૦૦થી વધારે વખત શેર કરવામાં આવ્યો છે.