નીચા ભાવે મગફળી વેચાઈ રહી છે છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી

રાજકોટ, તા.૨૮
ભાજપ સરકારે મગફળી ખરીદવાનું બંધ કરીને ખેડૂતોને છેતર્યા હોય તેવું લાગી રહ્યું છે. ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાની વાત ભાજપ સરકારની ચૂંટણીલક્ષી હોય તેવું દેખાય આવે છે. મગફળી માટેના બારદાન અને ગોડાઉનોનો અભાવનું બહાનું આપીને ખેડૂતોને પારાવાર અન્યાય કર્યો છે. સરકારે ખેડૂતોને કફોડી સ્થિતિમાં મૂકી દીધેલ છે અને ખુલ્લા બજારમાં નીચા ભાવે મગફળી વેચવાથી ખેડૂત ભાઈઓ લૂંટાઈ રહ્યા છે છતાં ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ દેખાઈ આવે છે. હાલમાં તમામ યાર્ડો, સંઘો અને મંડળીઓ દ્વારા મગફળી ખરીદી બંધ કરતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અને સરકાર દ્વારા અને નાફેડ દ્વારા પાંચ જડ નિયમો મગફળી ખરીદીમાં જાહેર કરવામાં આવેલ છે. જેનાથી ખેડૂતભાઈઓને વધારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભાજપ સરકાર દ્વારા બણગા ફૂંકવામાં આવ્યા હતા કે, ખેડૂતોના ઘરમાં મગફળીનો એક ડોડવો હશે ત્યાં સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે પણ વર્તમાન વાસ્તવિકતા જોતા ભાજપ સરકારે મગફળી ખરીદીમાં પીછેહટ કરીને ખેડૂતો સાથે ઘોર અન્યાય કર્યો છે. રાજ્યમાં મગફળીનું કુલ ઉત્પાદન આશરે ૩૨થી ૩પ લાખ મેટ્રીક ટન થયું હોય તેવું જણાય છે અને સરકારે ટેકાના ભાવે કુલ ઉત્પાદનના માત્ર ૧૭થી ૧૮ ટકા મગફળીની ખરીદી કરેલ છે. હાલમાં મોટાભાગની મગફળી ખેડૂતભાઈના ઘરમાં પડી છે. તેના માટે ભાજપ સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks