(એજન્સી) તા.૭
ઈસ્લામિક ચરમપંથી ગુટ બોકોહરમ ઉત્તરીય પશ્ચિમ નાઈઝીરિયાથી ત્રણ વર્ષ અગાઉ ચિર્બાક શહેરની હોસ્ટેલમાંથી ર૭૬ બાળકીઓનો અપહરણ કર્યો હતો જેમાંથી ૮ર બાળકીઓને આઝાદ કરી દીધી છે. સરકારથી વાતચીત થયા બાદ બાળકીઓને આઝાદ કરવામાં આવી છે. આ બાળકીઓમાં અપહરણ વિરૂદ્ધ સમગ્ર વિશ્વમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક મોટું અભિયાન શરૂ થયું હતું. ૮૦ વર્ષીય બાળકીઓની આઝાદી પછી હજી ૧૯પ બાળકીઓ લાપતા છે અને તમામ બાળકીઓ નાઈઝીરિયા સેનાના સંરક્ષણમાં છે. આ બાળકીઓને ઉત્તરપૂર્વીય શહેર ચિર્બાકથી તેમની હોસ્ટેલથી એપ્રિલ ર૦૧૪માં અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પ૦ બાળકીઓ એ જ સમયે ભાગી નીકળી હતી. ગત વર્ષે ઓકટોબરના રેડક્રોસથી વાતચીત કર્યા પછી બોકોહરમે ર૧ બાળકીઓને આઝાદ કરી હતી. ગત મહિને રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ કહ્યું હતું કે સરકાર અન્ય બાળકીઓ અને અપહરણ કરાયેલ વ્યક્તિઓને આઝાદ કરાવવા સ્થાનિય ખુફિયા માધ્યમોથી તેમના સંપર્કમાં છે. જેમાં અધિકતમ બાળકીઓ ખ્રિસ્તી છે પરંતુ અપહરણ દરમિયાન તેમને ઈસ્લામ ધર્મ અંગીકાર કરી અપહરણકર્તાઓથી લગ્ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.