(એજન્સી) મુંબઈ, તા.૧
પંજાબ નેશનલ બેંકનું ૧૩ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જનારા નીરવ મોદીના ભારત પરત ફરવા અંગે તેમના વકીલે અદાલતમાં મોટું નિવેદન આપ્યું છે. નીરવ મોદીના વકીલે મુંબઈની સેશન કોર્ટમાં જણાવ્યું કે, નીરવ મોદી દેશ છોડીને ભાગ્યા નથી. તેઓ નિયમિત વીઝા અને પાસપોર્ટ લઈને વિદેશ ગયા હતા. વકીલે જણાવ્યું કે, તેનો ૧ જાન્યુઆરી, ર૦૧૮ના દિવસે વિદેશ ગયા હતા.
નીરવના વકીલે અદાલતને જણાવ્યું કે, તેઓ ભારત પરત આવવા ઈચ્છે છે પરંતુ તેમની પર હુમલો થવાનો ભય છે. મુંબઈ સેશન કોર્ટે કેસની સુનાવણી ડિસેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. હવે નીરવ કેસની સુનાવણી પ ડિસેમ્બર, ર૦૧૮ના દિવસે થશે.
જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડના મુખ્ય આરોપી નીરવ મોદી પર પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ ઓક્ટોબરમાં બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ભાગેડુુ સોનાના વેપારી નીરવ મોદીની ૬૩૭ કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે. આ સંપત્તિઓ ભારત તેમજ અન્ય ચાર દેશોમાં સ્થિત છે. એજન્સીએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓ, આભૂષણ, ફ્લેટ અને બેંક બેલેન્સ વગેરે ભારત, બ્રિટન અને ન્યૂયોર્ક સહિત અન્ય સ્થળોમાં સ્થિત છે.
એવા ખૂબ જ ઓછા કેસ છે જેમાં ભારતીય એજન્સીઓએ કોઈ અપરાધિક તપાસના સંદર્ભમાં વિદેશમાં સંપત્તિઓ જપ્ત કરી છે. ઈડીએ જણાવ્યું છે કે, આ સંપત્તિઓને મની લોન્ડરિંગ અટકાવવા કાયદા હેઠળ જારી પાંચ વિવિધ આદેશો ંહેઠળ જપ્ત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઈડીએ આ કેસમાં અન્ય એક આરોપી આદિત્ય નાણાવટીની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે.