Site icon Gujarat Today

નિરવ મોદીએ યુકે હાઈકોર્ટમાં જામીન અરજી કરી

(એજન્સી) લંડન, તા.૩૧
ભારતમાં કરોડોના પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીએ લંડનની હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ગઈકાલે લંડનની કોર્ટે નિરવ મોદીને ૨૭ જૂન સુધી કસ્ટડીમાં રાખવા આદેશ કર્યા બાદ હવે નિરવ મોદીએ લંડનની હાઈકોર્ટમાં ઘા નાંખી છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (લંડન હાઈકોર્ટ) નિરમ મોદીની જામીન અરજી પર ૧૧મી જૂનના રોજ સુનાવણી કરશે. આ અગાઉ નિરવ મોદીએ નીચલી કોર્ટમાં ત્રણ વખત જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દીધી હતી. ભારતને પ્રત્યાર્પણ પ્રક્રિયા હેઠળ પીએનબી કૌભાંડ અને મનીલોન્ડરિંગના ગુના બદલ લંડનમાં નિરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ૧૯મી માર્ચના રોજ ધરપકડ કરી હતી. નિરવ મોદીને સાઉથ-વેસ્ટ લંડનની વૉન્ડ્‌સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે.

Exit mobile version