નીરવ મોદી પાસે એકથી વધુ ભારતીય પાસપોર્ટ નથી : કેન્દ્રીય વિદેશ મંત્રાલય

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
કેન્દ્રીય વિદેશ મંત્રાલયે બેન્કો સાથે કરોડોની છેતરપિંડી કરનારા નિરવ મોદીને પકડી પાડવામાં મદદ કરવા ઘણાં યુરોપિયન દેશોને લેખિતમાં જાણ કરી જણાવ્યું હતું કે મોદી પાસે એક ભારતીય પાસપોર્ટથી વધુ કોઈ પાસપોર્ટ નથી. મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે વિદેશના તમામ સંબંધિત અધિકારીઓને સંદેશો પાઠવી જણાવ્યું છે કે મોદીને તેમના દેશમાં પ્રવેશ આપવામાં ન આવે અને જો ત્યાં રહેતો હોય તો ભારત સરકારને જાણ કરવામાં આવે.
પ્રાપ્ત અહેવાલો મુજબ પંજાબ નેશનલ બેન્ક સાથે ઠગાઈ બાદ ભાગેડુ નીરવ મોદીએ છેલ્લા કેટલાક સપ્તાહમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને બેલ્જિયમની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયે તમામ યુરોપિયન દેશોની રાજધાનીને પત્ર લખી નીરવ મોદીને પકડી પાડવામાં મદદ કરવા જણાવ્યું હતું તેમજ નીરવને તેમના દેશમાં પ્રવેશવા નહીં દેવાનો અનુરોધ કર્યો હતો. તેમજ જો તે તેમના દેશમાં રહેતો હોય તો ભારતને જાણ કરવા જણાવ્યું હતું.
કુમારે જણાવ્યું હતું કે મોદી પાસે એકથી વધુ પાસપોર્ટ નથી. ગત ફેબ્રુઆરીમાં એજન્સીઓના સૂચન બાદ નીરવનો પાસપોર્ટ રદ કરાયો હતો. મોદી પાસે એકથી વધુ પાસપોર્ટ હોવાના અહેવાલ અંગે ખુલાસો કરતા કુમારે ઉક્ત વાત જણાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks