અમદાવાદ,તા.૩૦
શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ગઇકાલે આરોપી યુવતી યામિની નાયર સહિત બે યુવતીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પીડિતા પર તેના જ પ્રેમીના મિત્રો અને ભાઇઓએ ભેગા મળી બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બીજીબાજુ, અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ચેટ સહિતના અન્ય પુરાવાના આધારે કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જેને પગલે ટૂંક સમયમાં અન્ય આરોપીઓ પકડાઇ જાય તેવી પણ શકયતા છે. પોલીસે હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. પોલીસ જ્યારે યામીની નાયરને પકડવા ગઈ ત્યારે અમદાવાદ સ્થિત તેના ઘરે તાળુ હતું ત્યારબાદ પોલીસે તપાસ કરતા યામીની નાયર રાજકોટથી ઝડપાઈ ગઈ હતી. જો યામીની રાજકોટથી દિલ્હી ભાગી જવાની હતી. તે પહેલા જ તે પકડાઈ ગઈ છે. પોલીસ તપાસમાં વિગતો સામે આવી હતી કે, પીડિતાનું માર્ચ-ર૦૧૮માં નહેરુનગર પાસે કેફી પદાર્થ સુંઘાડી અપહરણ કર્યા બાદ ચાલુ કારમાં તેના પર બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હતો, તેમાં ગૌરવના બે પિતરાઇ ભાઇઓની સંડોવણી લાગે છે. આ ઘટના બાદ ઇન્સ્ટાગ્રામ પર વૃષભ દ્વારા મેસેજ કરી બ્લેકમેેલિંગ કરવામાં આવી રહ્યું હતું. તેની જાણ આજથી ૧૦ દિવસ પહેલાં જ તેણીએ ગૌરવને કરી હતી. ગૌરવને નહેરુનગર પાસે કારમાં બળાત્કાર અંગેની વાત અને વૃષભ તથા યામિની દ્વારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પૈસાની માગ તેમજ ધમકી આપવાનું યુવતીએ જણાવતાં તા.ર૬ જૂનના રોજ ફરીથી ઇસનપુરમાં સ્પ્રે છાંટી કારમાં બેસાડી તેની સાથે ત્રણ અજાણ્યા શખસોએ અડપલાં કરી સજા હૈ, ઔર વૈસે હી યે સબ કુછ ગૌરવને હી કરવાયા હૈ.” ઇસનપુરમાં બનેલી ઘટના બાદ યુવતીએ તેની બહેનને અને માતા-પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યાં હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા, મહિલા ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી પન્ના મોમાયા, ડીસીપી ઝોન-૭ આર.જે. પારગી સહિતના અધિકારીઓએ યુવતીની પૂછપરછ હાથ ધરી રહ્યા છે. જો કે, ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પૃચ્છા દરમ્યાન યુવતી ચૂપ થઇ જતી હતી. ગૌરવની સંડોવણી અંગે તેણે કંઇ સ્પષ્ટ જવાબ પોલીસને આપ્યો નથી. જેથી ગૌરવની આ ઘટનામાં સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
યુવતી દ્વારા તેની સાથે નહેરુનગર પાસે થયેલા બળાત્કાર અંગે તેમજ બ્લેકમેલિંગ વિશે તેના બોયફ્રેન્ડ ગૌરવને શા માટે વાત ન કરી તેના ઉપર સવાલો ઊઠી રહ્યા છે. આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને અન્ય લોકો મૂળ હરિયાણાના રહેવાસી છે. તેઓ વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે.
ઇસનપુરના કમ્પ્યૂટર કલાસમાં મિત્ર બનેલી યુવતી સાથે ગૌરવને પ્રેમસંબંધ બંધાયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગૌરવ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ તેના પિતાએ ના પાડતા આંતરિક ખટરાગ શરૂ થયો હતો. આ કેસમાં પોલીસે ઇસનપુર પાસેના એક સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે જેમાં કાળા કલરની સ્કોર્પિયો કાર જતી નજરે પડે છે. જો કે તે જ કારમાં યુવતીનું અપહરણ કરાયું હતું કે કેમ તેના પર સવાલ છે. સીસીટીવી ફૂટેજમાં માત્ર કાર જતી નજરે પડે છે.
નિર્ભયાકાંડ પાછળ પ્રણય ત્રિકોણ હોવાની શક્યતા
અમદાવાદમાં ચકચાર જગાવનાર ગેંગરેપ કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ગેંગરેપના કિસ્સામાં પ્રણય ત્રિકોણ કારણભૂત હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કેસની અંદર એવું પણ ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે કે, ભોગ બનેલી યુવતી અને આરોપી યુવતી યામિની નાયરના એક જ યુવાન ગૌરવ દાલમિયા સાથે પ્રેમ સંબંધ હતા. તેમજ બન્ને યુવતીઓ ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી, જેને લઈને યામિની અને પીડિતા વચ્ચે ખટરાગ પેદા થતા યામિનીએ પોતાના બોયફ્રેન્ડને પતિ બનાવવા માટે ભોગ બનેલી યુવતીને ગૌરવથી દૂર કરવા માટે ગેંગરેપનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેના કારણે યામિનીએ ભોગ બનેલી યુવતીના પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધો પુરા કરાવીને ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી. પોલીસ તપાસમાં પણ ભોગ બનેલી યુવતી અને યામિની બન્ને પોતાના પ્રેમીને બચાવી અન્ય આરોપીઓને ફસાવવા માટે પ્રયાસો કરી રહી છે. ગેંગરેપ પ્રકરણમાં પીડિતાએ પોલીસ તપાસ દરમિયાન પણ ગૌરવ સિવાયના અન્ય આરોપીઓ સામે નિવેદનો આપ્યા હતા. તેમજ પોલીસે કડકાઈથી ગૌરવ અંગે પૂછતા પીડિતાએ ગોળગોળ જવાબ આપ્યો હતો. આમ ગૌરવ અંગેની વાતમાં પોલીસ પૂછપરછ દરમિયાન પીડિતા ગોળ ગોળ જવાબ આપી ગૌરવને બચાવતી હોવાનું પોલીસ માની રહી છે. તે જ રીતે આ કેસમાં ઝડપાયેલી યામિનીની પણ પોલીસ પૂછપરછમાં ગૌરવ ગેંગરેપમાં સામેલ ન હોવાનું રટણ કરી રહી હતી.