અમદાવાદનો નિર્ભયાકાંડ મામલો : યુવતીને તેના મિત્રો ઈન્સ્ટાગ્રામ ઉપર ધમકી આપતાં હતા

અમદાવાદ,તા.૨૯
શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં મહિલા ક્રાઇમબ્રાંચના એડિશનલ ડીસીપી પન્ના મોમૈયાને આખરે તપાસ સોંપવામાં આવી છે. જેને પગલે એડિશનલ ડીસીપી દ્વારા પીડિતા યુવતીનું વધારાનું નિવેદન લઇ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના વડાનું કહેવું છે કે યુવતીને તેના મિત્રોએ ઈન્સ્ટાગ્રામ ઉપર ધમકી આપી તેને બ્લેકમેઈલ કરતા હતા અને આ રેપ કેસમાં સાત લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહી, પોલીસે માનવતાને શર્મસાર કરતાં આ કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. કેસની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, યુવતી પણ દુષ્કર્મ અને અમાનવીય અત્યાચાર બીજુ કોઇ નહી પરંતુ તેના મિત્રો જ હતા, યુવતીએ આરોપી સાથે કરેલા ચેટીંગ દરમ્યાન આ વાતના પુરાવા સામે આવ્યા હતા, તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ આરંભી છે. વૃષભ મારૂ નામનો યુવક પીડિતા યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને તેણે ઘટના બાદ વૃષભ નામના યુવકે સોશિયલ મીડિયામાં ફોટા મોકલીને પ૦ હજારની માગ કરી હતી. પોલીસે પીડિતા અને આરોપી વચ્ચે થયેલા ચેટીંગની વાતચીતના આધારે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે આ પ્રકરણાં વૃષભ મારૂ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસ આરંભાઇ છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના નિર્ભયાકાંડમાં નવો ખુલાસો થયો છે. પીડિતાને ધમકી અપાઈ હોવાના વોટ્‌સએપ ચેટ સામે આવ્યા છે. આ વોટ્‌સએપ ચેટમાં આરોપી વૃષભ મારૂ અન્ય એક શખ્સ અને યામી નાયર નામની યુવતીએ પીડિતાને ધમકાવી હતી. આરોપી વૃષભ મારૂ સોશિયલ મીડિયા ચેટિંગ બહાર આવ્યું છે. આ ચેટિંગમાં વૃષભ પીડિતાને કઈ રીતે ધમકાવે છે અને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરે છે તે વાંચી શકાય છે. વૃષભ પીડિતાને સેક્સી ગર્લ તરીકે સંબોધે છે. સાથે જ ધમકી પણ આપે છે કે જો તેણે કોઈને વાત કરી તો ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. વૃષભ મારૂ પીડિતા પાસે અભદ્ર માંગ કરે છે. આ પીડિતા તેનો ઈન્કાર કરે છે. તો વૃષભ તેના વીડિયો લીક કરી દેવાની ધમકી આપે છે અને પચાસ હજાર રૂપિયા માંગે છે. પીડિતા રૂપિયા આપવાની ના પાડે છે તો વૃષભ ફરી તેને શારીરિક સંબંધો બાંધવા દબાણ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks