નિર્દયતાની હદ : કપાયેલો હાથ લઈને ૩૦ મિનિટ સુધી ચાલતી રહેલી બાળકીની મદદે કોઈ આવ્યું નહીં

(એજન્સી) મહારાષ્ટ્ર, તા.૧૪
મહારાષ્ટ્રમાં સોસાયટીની બેદરકારીને કારણે આઠ વર્ષની બાળકી અર્ચનાએ પોતાનો એક હાથ ગુમાવી દીધો. આટલું જ નહીં આ બાળકી ચાલીને પોતાના ઘરે આવી, આ દરમ્યાન તેને ત્રીસ મિનિટનો સમય લાગ્યો, પરંતુ રસ્તામાં કોઈએ પણ તેની મદદ ના કરી.
અર્ચનાની માતાએ જણાવ્યું કે તે ઘરે આવીને બસ એક જ વાત બોલતી રહી છે કે મમ્મી મારો હાથ તૂટી ગયો છે મને ડૉકટરની પાસે લઈ જાવ. તેની માતાને પણ એ વાતનું ખૂબ જ દુઃખ છે કે કોઈએ પણ મારી બાળકીની મદદ કરી નહીં.
અર્ચનાની સાથે આ દુર્ઘટના તેના ટ્યુશનવાળી ઈમારતમાં ઘટી. તેણે પોલીસને જણાવ્યું કે લિફ્ટમાં ચઢતી વખતે તેનું ચંપલ નીકળી ગયું, જેને તે લિફ્ટના ગેટ પર હાથ મૂકીને ઉઠાવવા લાગી ત્યારે જ લિફ્ટમાં તેની સાથે રહેલા શખ્સે લિફ્ટને ચાલુ કરી દીધી, જેથી દરવાજો બંધ થતી વખતે તેનો હાથ કપાઈ ગયો. સમાચાર અનુસાર તે શખ્સે પણ અર્ચનાની કોઈ મદદ કરી નહોતી.
હાલ તો અર્ચનાને દ્ભઈસ્ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તે એક માત્ર હોસ્પિટલ છે, જે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. જો કે, હાલ તો ડોકટર્સે તેના માટે ના પાડી દીધી છે. બાળકીનો કપાયેલો હાથ લિફ્ટમાં જ પડેલો મળ્યો, જેને દ્ભઈસ્ને આપી દેવામાં આવ્યો.
પોલીસે આ અંગે કેસ દાખલ કરી દીધો છે અને હવે ઈમારતના સચિવની પૂછપરછ કરવામાં આવશે, કે લિફ્ટને ઓપરેટ કરનાર કોઈપણ વ્યક્તિ ત્યાં હાજર કેમ ન હોતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks