નિઃસહાય, નિરાધાર પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે બળાત્કારની ઘટના ગંભીર અને ચોંકાવનારી : જયકુમાર સંઘવી

માંડવી, તા.૬
કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન- પ્રતિદિન તંગ બનતી જાય છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બે ભાગમાં વહેચાયું છતાં કાર્યક્ષમ વ્યવસ્થા, અદ્યતન સાધનો અને સ્ટાફની ઘટને કારણે કચ્છમાં અપહરણ, બળાત્કાર, ચોરી-લૂંટની ગંભીર ઘટના વણથંભી આગળ વધી રહી છે તેમ માંડવીના જૈન આશ્રમમાં એક પ્રજ્ઞાચક્ષુ, નિઃસહાય, નિરાધાર મહિલા પર થયેલા બળાત્કારની ઘટના સુરક્ષાની સામે પડકાર સમાન છે. તેમ વિપક્ષી અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ સ્થાનિક મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સંઘવીએ વધુમાં સરકારી તંત્રની ટીકા કરતા જણાવેલ છે કે માંડવી તાલુકાના ડોણ ગામના આયુમાતાના મંદિરે થયેલી ચોરી તેમજ ઘરફોડી અને અબડાસાના સણોસર ગામમાં ધાર્મિક સ્થાને થયેલી ચોરી, ભૂજમાં જૈન આરાધના ભવનમાં પૂજારીની હત્યા અંગે હજુ સુરાગ મળ્યા નથી તે કાયદો અને વ્યવસ્થાની હાંસી ઉડાવનારા છે.
સંઘવીએ વધુમાં જણાવ્યું છે કે, જૈન આશ્રમ જેવી જાહેર નિરાધારોને આધાર આપતી સંસ્થા છે અને દાનવીરોને દાન આપતી સરકાર સુરક્ષિત નથી. દિન- પ્રતિદિન આવી ચોંકાવનારી ઘટના બની રહી છે ત્યારે લોકપ્રતિનિધિઓએ એક બનીને કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની હિફાઝત થાય તે માટે સરકારને ઢંઢોળે અને જરૂર પડે તો લાલ આંખ કરે તો જ આવા બનાવો પર અંકુશ આવશે. આશ્રમની મુલાકાત વખતે પાટીદાર કાર્યકર કાનજીભાઈ પટેલ અને એન્જિનિયર હર્ષદ સંઘવી પણ જોડાયા હતા.
આવી ઘટના બની રહી છે ત્યારે ગૃહ ખાતાનો હવાલો સંભાળતા પ્રધાનો મુલાકાત લઈને અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરે તેવી સંઘવીએ વધુમાં ગૃહ ખાતાનું ધ્યાન ખેંચતા જણાવેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks