ઓરી-રૂબેલાની રસીની આડઅસર વર્તાય તો નિઃશુલ્ક સારવાર અપાશે

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રપ
સરકાર દ્વારા બાળકોને અપાતી રૂબેલાની રસીની આડઅસરો મુદ્દે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં અસમંજસ અને માન્યતાઓ પ્રવર્તી રહી છે ત્યારે ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશયનની કચ્છ બ્રાન્ચે લોકો અને સરકારને મદદરૂપ થવાના આશયથી નવી પહેલ કરી છે.
ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશયન કચ્છ બ્રાન્ચનાં સેક્રેટરી અને જાણીતા પીડિયાટ્રિશયન ડો.દેવેન્દ્ર ડાંગરે જણાવ્યું છે કે, ઓરી-રૂબેલાની રસી અપાયા બાદ ર૪ કલાક દરમિયાન બાળકને કંઈપણ આડઅસર વર્તાય તો તેવા કિસ્સામાં બાળકને અમારી સંસ્થાના નેજા હેઠળ કચ્છના કોઈપણ બાળતજ તબીબ દ્વારા નિઃશુલ્ક સારવાર અપાશે. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કે, સામાન્ય રીતે રૂબેલાની રસીની જો આડઅસર થાય તો તે ર૪ કલાક દરમિયાન જ થઈ શકે છે. ત્યારબાદ બાળકને આ રસીની આડઅસર થાય નહીં. શ્રી ડાંગર વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઓરી-રૂબેલાની રસી અપાયાના ર૪ કલાક દરમિયાન જ કંઈ અસર હોય તેવા કિસ્સામાં આ નિઃશુલ્ક સારવાર અપાશે. ત્યાર પછી અન્ય કોઈ જૂની બીમારીને આ સારવાર સાથે સંબંધ નથી.
ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશયન કચ્છ બ્રાન્ચનાં પ્રમુખ ડો.વિરેન મહેતા અને સેક્રેટરી ડો.દેવેન્દ્ર ડાંગરે જણાવ્યું કે અમુક કિસ્સામાં બાળકોને અસર થઈ છે તે રૂબેલા રસીના કારણ નહોઈ શકે બલ્કે અન્ય બીમારી સબબ આવું થયું હોવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks