(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
નોઈડાના નિઠારીમાં દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે સીબીઆઈની વિશેષ અદાલતે વેપારી મનિન્દર સિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે ૨૦ વર્ષીય યુવતીનું અપહરણ, હત્યા અને દુષ્કર્મ તથા અપરાધિક સાજિશ રચવાના મામલે મોતની સજા સંભળાવાઈ છે. અદાલતે તેમને શનિવારે દોષી સાબિત કર્યા હતા. અદાલતે તેને દુર્લભથી પણ દુર્લભ કેસ બતાવ્યો હતો. વિશેષ અદાલતના ન્યાયાધીશ પવનકુમાર ત્રિપાઠીએ યુવતીના અપહરણ, હત્યા અને દુષ્કર્મ તથા અપરાધિક સાજિશ રચવાના મામલે પંઢેર અને કોલી માટે સજાની જાહેરાત કરી હતી. સીબીઆઈએ ૨૯ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ આ કેસ ફાઈલ કર્યો હતો અને તે નિઠારી કાંડમાં ફાઈલ કરાયેલો આઠમો મામલો છે. અદાલતના નિર્ણય બાદ બંનેની ધરપકડ કરાઈ હતી. પંઢેર જમાનત પર હતો.
અદાલતમાં વકીલ જે.પી.શર્માએ કહ્યું કે, સાયન્ટીફિક ટેસ્ટના આધારે સાબિત થઈ ચૂક્યું છે કે, કોલીએ યુવતીનું અપહરણ કર્યું હતું, તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી. તેમજ સબૂતો સાથે પણ છેડછાડ કરી હતી. આ ઘટના ૫ ઓક્ટોબર, ૨૦૦૬ની છે, જ્યારે પીડિતા પોતાની ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે નિઠારીમાં રહેતા પંઢેરની ઘરની સામેથી તે પસાર થઈ રહી હતી. કોલીએ મહિલાની હત્યા કરીને તેનું માથંુ ધડથી અલગ કરી દીધું હતું અને ખોપડી ઘરના પાછળના ભાગમાં ફેંકી દીધી હતી. જેને સીબીઆઈએ બાદમાં મેળવી લીધી હતી.
ખોપડીનું ડીએનએ પીડિતાના માતા-પિતાના ડીએનએ સાથે મેચ કરાયું હતું. કોલીની પાસેથી મળેલા પીડિતાના કપડાની ઓળખ પણ તેના માતા-પિતાએ કરી હતી.
આ બહુ જ ખૌફનાક કિસ્સો ૨૦૦૬માં સામે આવ્યો હતો. જેમાં પોલીસે નોઈડાના નિઠારીમાં રહેતા પંઢેરની ઘરની પાસેથી ૧૬ લોકોની ખોપડીઓ અને હાડકાઓ મેળવ્યા હતા. જેમાં વધુ તો બાળકોના હતા.
મામલો પ્રકાશમાં આવતા પહેલા નિઠારીમાંથી અનેક બાળકો ગાયબ થયા હતા. આવામાં બાળકોના પરિવારજનોએ પણ આરોપ લગાવ્યો હતો કે, તેમની ફરિયાદ નજર અંદાજ કરવામાં આવી હતી. કોલી બાળકોને ચોકલેટ, મીઠાઈની લાલચ આપીને તેમને ઘરે બોલાવતો. બાદમાં તેમની હત્યા કરીને તેમના શવ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ પણ તેના પર છે. કોલી પર માનવ માંસ ખાવાનો પણ આરોપ છે. તે