National

લોકાર્પણ તકતીમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પડતું મૂકવા બદલ નીતિન ગડકરીએ માફી માગી

(એજન્સી) તા.ર૬
મધ્યપ્રદેશના ગુનામાં એક હાઈવે ઉદ્‌ઘાટન સમારોહમાં ત્યાંના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પડતું મૂકાતાં તે રોષે ભરાયા હતા. સિંધિયાએ આ મુદ્દાને સંસદમાં ઉઠાવતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જ્યોતિરાદિત્યની સંસદમાં માફી માગી હતી. સરકારના શિષ્ટાચારનો ઉલ્લેખ કરી સિંધિયાએ કહ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોમાં સ્થાનિક સાંસદને નિમંત્રણ આપવું જોઈએ અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવશે. આ વિશે પ્રતિક્રિયા આપતા માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું હતું કે તેમને આ બાબતની જાણ છે અને આવું ન થવું જોઈતું હતું. ગડકરીએ કહ્યું હતું કે, આ માટે હું જવાબદાર છું કારણ કે હું ત્યાં હાજર હતો. સાંસદનું નામ ત્યાં હોવું જ જોઈએ. હું બધા તરફથી માફી માગું છું. હવેથી આવું નહીં થાય. અહીં નોંધનીય છે કે આમંત્રિતોની યાદીમાં સિંધિયાનું નામ ન હોવાથી લોકાર્પણ તકતીમાં પણ તેમનું નામ ન હતું. સિંધિયાએ માગણી કરી હતી કે સાંસદોના હિતોનું રક્ષણ થવું જોઈએ અને આ ભૂલ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.