નીતિન પટેલનો અકસ્માત થાય તો ખેડૂત દ્વારા ત્રણ લાખ આપવા જાહેરાત

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બે દિવસ અગાઉ ખેડૂતલક્ષી જાહેરાત કરી તેઓના માટે અકસ્માત મૃત્યુ વિમાની સહાય કરવાના સરકારે લીધેલા નિર્ણય અંગે જણાવતા રાજ્યમાં ઠેર-ઠેર તેનો વિરોધ સાથે ટીખળો પણ શરૂ થઈ જવા પામી હતી. સોશ્યલ મીડિયામાં ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને તેમાં પણ એક ખેડૂતનો વીડિયો વાયરલ કરી, ઉ.મુખ્યમંત્રી નીતિન પટેલનું અકસ્માત થાય તો પોતે રૂા. ત્રણ લાખ આપશે તેવી જાહેરાત કરતાં વીડિયો ચર્ચાસ્પદ થઈ રહ્યો છે. ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, આવી લલચામણી જાહેરાતો કરી ખેડૂતોને ભ્રમિત ના કરો, ખેડૂતોને જીવવા દો, અમારે કોઈ જાહેરાતોની જરૂર નથી. આ સિવાય આ જાગૃત ખેડૂતે સરકારની તમામ યોજનાઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં સત્યતા ઉજાગર કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમે આ મુદ્દે તાજેતરમાં એક જાહેરાત કરીને કહ્યું હતું કે, જે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ થતા ખેડૂતોને ૧ લાખ રૂપિયાની જગ્યાએ ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને ૫૦ હજારની જગ્યાએ ૧ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ડે.સીએમ.ની આ જાહેરાત બાદથી ખેડૂતો સહિતના વર્ગોમાંથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks