Ahmedabad

નીતિન પટેલની નારાજગીથી ભાજપમાં શરૂ થયેલી યાદવાસ્થળીને લીધે કોંગ્રેસના મોમાં પાણી આવ્યું

(સંવાદદાતા દ્વારા) અદમવાદ, તા.૩૦
એક સમયે ભાજપમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નવી સરકારમાં કટ ટુ સાઈઝ કરવામાં આવતા નારાજ નીતિન પટેલે પાર્ટી સામે ખુલ્લા બળવાની શરૂઆત કરી છે. ભાજપના આ બળતા હવનમાં ઘી હોમતા હોય તેમ કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નીતિન પટેલને ઈ-મેઈલ કરી “જો નીતિન પટેલ ૧૦ ધારાસભ્યો લઈને આવતા હોય તો કોંગ્રેસ તેમને સરકાર બનાવવામાં ટેકો આપશે.” કોંગ્રેસના સિનિયર નેતાનું આ નિવેદન ઘણો સૂચક મનાય છે. ભાજપની નવી સરકાર માટે નવું વર્ષ નવા-જૂની લાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કમુરતામાં રચાયેલી સરકાર ભાજપ માટે અપશુકનિયાલ સાબિત થઈ રહી છે. એક તો ભાજપે ધારેલો ૧૫૦+નો ટાર્ગેટ પાર ન પડ્યો, એટલું જ નહીં ૧૦૦ની અંદર ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો, ત્યારબાદ શપથવિધિ અગાઉ અને પછી મજૂરનું મોત અને કાર અકસ્માતની બબ્બેને દુર્ઘટનાઓ ઘટી. આ મૃત્યુ ત્યાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવતા જ નાયબ મુખ્યમંત્રીની નારાજગીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભાજપની નવી સરકારનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ ? તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના આ બળતામાં કોંગ્રેસના ધારાસભ્ય ઘી હોમતા હોય તેમ અમરેલીના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નીતિન પટેલને ઈ-મેઈલ કરીને જણાવ્યું છે કે, જો નીતિન પટેલ ૧૦ ધારાસભ્યો લઈને આવતા હોય તો કોંગ્રેસ તેમને સરકાર બનાવવા ટેકો આપવા તૈયાર છે. આ મુજબનું નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. વિરજી ઠુમ્મરના શબ્દો પર ભાર મૂકીએ તો કોંગ્રેસ સરકાર બનાવવા માગતી નથી. પરંતુ ભાજપ તેના ભોગે તૂટે અને જે દસ-બાર ધારાસભ્યો છેડો ફાડે તેઓ સરકાર રચે અને કોંગ્રેસ તેમને ટેકો આપશે. કારણ કે, કોંગ્રેસ પણ જાણે છે કે, હાલના સંજોગો જોતા બંને પક્ષો માટે સરકાર બનાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે. એવા સંજોગોમાં ભાજપના જો દસ-બાર કે પંદર પાટીદાર ધારાસભ્યો નારાજ થઈ છેડો ફાડે અને કોંગ્રેસને સમર્થન કરે તો પણ કોંગ્રેસ સરકાર બનાવવા તૈયાર ન થાય. કારણ કે, અનુભવી કોંગ્રેસ અગાઉ અનેક ઉથલપાથલ જોઈ ચૂકી છે. પૂર્ણ બહુમતી વિના સરકારનું વહાણ ચલાવવાથી નૈયા હાલકડોલક થવાનો સતત ભય રહેતો હોય છે. આથી કોંગ્રેસ અંદરખાને એવું જ ઈચ્છતી હશે કે, ભાજપમાં આ જ રીતે યાદવાસ્થળી ચાલતી રહે, ભાજપની નૈયા ડૂબી જાય અને પુનઃ ચૂંટણી યોજાય તો કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તક મળે. જો કે, કોંગ્રેસ માટે મધ ખાવાનું આ સ્વપ્ન સાકાર થાય છે કે, પછી લાળ ટપકાવીને જ બેસી રહેવું પડશે તે આગામી સમય જ બતાવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.