નીતિશકુમારે ૧૩૧ વિ. ૧૦૮ મતોથી વિશ્વાસનો મત મેળવ્યો

પટના, તા. ૨૮
મુખ્યમંત્રી પદના શપથ લીધના એક દિવસ બાદ નીતિશ કુમારે ૨૪૩ ધારાસભ્યોની બિહાર વિધાનસભામાં ૧૩૧ ધારાસભ્યોના ટેકા સાથે વિશ્વાસનો મત જીતી લીધો હતો. લાલુ યાદવના આરજેડી દ્વારા સૂત્રો પોકારાયા પહેલા મત અને ચર્ચા થઇ હતી. હવે વિધાનસભામાં મુખ્ય વિપક્ષ બનેલા આરજેડીના તમામ આરોપોને નીતિશ કુમારે ફગાવ્યા હતા જેમાં કહેવાયું હતું કે તેઓ રાજકીય તકને ઝડપી લેવા માટે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર રચી રહ્યા છે.
આ અંગે ૧૦ મુદ્દા
૧. ભાજપ તરફથી ઉપ મુખ્યમંત્રી બનેલા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, અમે ૧૩૧ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો અને ૧૩૧ મતો મેળવ્યા છે. જ્યારે જેડીયુના કેટલાક સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું છે તેવા વિપક્ષના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.
૨. જે ધારાસભ્યો પોતાની પાર્ટીને મત આપવા માગતા નથી તેમના માટે ગુપ્ત મતદાન કરવાની આરજેડીની માગ ફગાવી દેવાઇ હતી. ધારાસભ્યોએ તેમની ાલોબી પ્રમાણે મતદાન કર્યું હતુ અને તેમના મતો એક અલગ રજિસ્ટરમાં રેકોર્ડ થયા હતા.
૩. પોતાના ૧૨ મિનિટના ભાષણમાં નીતિશ કુમારે જણાવ્યું હતું કે, ધર્મનિરપેક્ષતાના નામે તમે ભ્રષ્ટાચારની આઝાદી ન મેળવી શકો. આ લોકો અભિમાની છે. લોકોની સેવા માટે તેમને જનમત મળ્યો હતો પરંતુ લોકો કંટાળી ગયા છે.
૪. કોંગ્રેસ અને આરજેડીએ જણાવ્યંુ કે તેમના ગઠબંધને ભાજપ વિરોધી અભિયાનમાં પ્રચંડ બહુમત મેળવ્યો હતો અને તેથી કુમારનો ભાજપ સાથે જવાનો નિર્ણય અનૈતિક છે. આરજેડીએ આ દરમિયાન નીતિશને ખુરશી કુમાર અથવા સત્તાલાલચુ કહ્યા હતા.
૫. હવે વિપક્ષના નેતા બનેલા લાલુના પુત્ર તેજસ્વી યાદવે ૪૦ મિનિટના ભાષણમાં નીતિશ પર પ્રહાર કરતા કહ્યું કે, તમને શરમ નથી આવતી તેમ કહી તેમણે ભાજપ અને નીતિશને તકવાદી ગણાવ્યા હતા.
૬. બુધવારે લાલુ યાદવ અને તેમના પુત્ર તેજસ્વીએ રાજીનામું આપવાનો ઇન્કાર કરતા નીતિશ કુમારે ૨૦ મહિનાના ગઠબંધન સાથે છેડો ફાડી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
૭. આજ દિવસે ભાજપ નીતિશ કુમારના રાજીનામાની રાહ જોઇ રહ્યો હતો અને રાજીનામું આવતા જ તેમણે રાતે સરકાર રચવાનો દાવો પણ કરી દીધો હતો. બીજી દિવસેનીતિશ કુમારે છઠ્ઠી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે સુશીલ કુમાર મોદી ઉપમુખ્યમંત્રી બન્યા હતા.
૮. વિધાનસભામાં સુશીલ કુમાર મોદીએ જણાવ્યંુ હતું કે, કોંગ્રેસ અને રાજદનું રાજીનામું ન માગવા બદલ હું આભારી છું. આરજેડીએ નીતિશ કુમારની વરણી સામે કોેર્ટની રાહ અપનાવી છે. તેમણે બિહારમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેમને સરકાર રચવા માટે આમંત્રણ અપાયું નથી.
૯. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બનાવાતા વર્ષ ૨૦૧૩માં નીતિશે એેનડીએ સાથે છેડો ફાડ્યો હતો. ૨૦૧૫માં કોંગ્રેસ અને આરજેડી સાથે ગઠબંધન રચી તેમણે સત્તા સંભાળી હતી.
૧૦. નીતિશ કુમારે પીએમ મોદીના નોટબંધી અને જીએસટી સહિત રાષ્ટ્રપતિના ઉમેદવારને પણ તેમણે સમર્થન આપતા પહેલાથી જ અટકળો આવી ગઇ હતી કે, તેઓ ભાજપ સાથે જોડાઇ શકે છે.
નીતિશકુમાર હે રામથી જય શ્રી રામ થઇ ગયા

બિહાર વિધાનસભામાં આજે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. બિહાર વિધાનસભામાં સરકારના વિશ્વાસમત પ્રસ્તાવ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહની અંદર અને બહાર બંને જગ્યાએ તેજસ્વીએ પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, નીતિશકુમાર હેરામથી જયશ્રી રામ થઇ ગયા છે. પહેલાથી જ તમામ યોજના તૈયાર કરાઈ હતી. છ મહિનાની તૈયારી બાદ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. નીતિશની પ્રતિષ્ઠા ઉભી કરવા માટે તમામ નાટક કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ જાણે છે કે, નીતિશકુમાર કેટલા પ્રમાણમાં આધાર ધરાવે છે. ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પર ગાંધીના હત્યારાઓને તેઓ મળી ગયા છે. તેઓએ એફઆઈઆરમાં સમગ્ર માહિતી નીતિશકુમારને આપી હતી. નીતિશ કુમાર ભાજપમાં જવા ઇચ્છુક હતા જેથી સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી હતી. તેમના આવાસ ઉપર દરોડા પણ યોજનાપૂર્વક પાડવામાં આવ્યા હતા. દરોડા પડ્યા ત્યારે નીતિશકુમાર રાજગીર જતાં રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks