(એજન્સી) પટના, તા.૪
બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના નિવાસ આગળ તેમના પુત્ર તેજપ્રતાપ યાદવે એક નોટિસ બોર્ડ લગાવ્યું છે. જેમાં નીતિશકુમારને મહાગઠબંધનમાં પ્રવેશ નહીં તેવું લખાણ મૂકાયું છે જે લખાણ સબડી દેવીના નિવાસ બહાર લગાવાયું છે.
તેજપ્રતાપ યાદવે નીતિશકુમારને સંબોધી લખેલ પોસ્ટર મીડિયા સમક્ષ લહેરાવી બંગલાના ગેટ પર ચાેંટાડ્યું હતું. પોસ્ટરમાં ૪ શબ્દો લખેલા હતા. જે જદયુ અને રાજદ વચ્ચેના કડવાશભર્યા સંબંધોને તાજા કરતા હતા. “નો એન્ટ્રી નીતિશ ચાચા” તેજપ્રતાપે કહ્યું જ્યારે અમે નીતિશકુમારને અમારા નિવાસે પ્રવેશબંધી કરી છે તો હવે ગઠબંધનમાં તો સવાલ જ નથી. તેજપ્રતાપ નીતિશ સરકારમાં સ્વાસ્થ મંત્રી હતા જ્યારે તેમના નાનાભાઈ તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી હતા. જદયુએ રાજદ સાથે ગઠબંધન તોડી ભાજપ સાથે ગઠબંધન કર્યું છે ત્યારથી રાજદ-જદયુ વચ્ચે વાકયુદ્ધ અને પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે.