શરિયત ઈસ્લામના કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર કોઈને પણ નથી : મૌલાના મુનીર અહેમદ

કોડીનારમાં પધારેલા દારૂલ ઉલૂમ હસનિયા માંગરોળના મોહતમીમ

કોડીનાર, તા.૧૩

કોડીનાર કસ્બા જમાતખાનામાં હક્કે રિસાલત અને દાવતુલ હક યંગ કમિટી દ્વારા યોજાયેલા સિરતુન્નબીના પ્રોગ્રામમાં પધારેલા દારૂલ ઉલૂમ  હસનિયા માંગરોળના મોહતમીમ મૌલાના મુનીર અહેમદ કાસમીએ દેશમાં હાલ મુસ્લિમ સમાજમાં પ્રવર્તી રહેલા હાલાત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બેશક તલ્લાક અલ્લાહને સૌથી નાપસંદ છે. તેમ છતાં લગ્નજીવન ટકાવી રાખવાના તમામ નિષ્ફળ પ્રયાસો બાદ અપાયેલ તલાક મુસ્લિમ મહિલાઓ ઉપર અત્યાચાર નથી. બીજા ધર્મોમાં પણ છૂટાછેડા અપાતા હોય છે. શરિયત ઈસ્લામનો કાનૂન છે. તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી અને શરિયતના કાનૂનમાં કોઈ નુકસાન નથી. શરિયત જ મુસ્લિમો માટે કાયદા કાનૂન હોય તેનો અમલ કરવા લોકોને જણાવી શરિયત વિશે વિસ્તૃત માહિતી લોકોને જણાવી હતી. આ ઉપરાંત મૌલાના મુનીર અહેમદ કાસમીએ તેમની તકરીરમાં મિયાં-બીવીના હકો, ભૃણ હત્યા, ઈસ્લામે સ્ત્રીઓને આપેલા હકો, મા-બાપની ફરમાબરદારી અને સૌથી વધારે  અખ્લાક (વર્તણૂક) ઉપર ખાસ ભાર આપી હાલના મુસ્લિમ સમાજમાં તરબિયતની કમી હોવાનું જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts