એનઓસી વિનાની દુકાનો કોઈપણ સંજોગોમાં ફટાકડા વેચી શકશે નહીં

અમદાવાદ, તા.૨
દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા સમયે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારથી જ સિઝનલ ફટાકડા વેચતી દુકાનો વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામા આવી છે પરંતુ આ વર્ષે શરૂઆતથી જ એનઓસી વગર ફટાકડાનુ વેચાણ કરવાવાળા વેપારીઓ ઉપર મ્યુનિસિપલ તંત્ર દ્વારા સિકંજો કસવામા આવશે ઉપરાંત એનઓસી વગરની દુકાનો ફટાકડાનુ વેચાણ ન કરી શકે એ માટે ખાસ તકેદારી પણ રાખવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,દર વર્ષે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને નાની મોટી એક હજારથી પણ વધુ દુકાનોમાં સિઝનલ ફટાકડા વેચવામા આવતા હોય છે.પરંતુ ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટમા કરવામા આવેલી રીટ પિટીશન બાદ હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસ્ટેટ વિભાગને એનઓસી વગર ફટાકડા વેચનારા એકમો સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ આપવામા આવ્યા બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા જાહેર રોડ ઉપર વગર એનઓસીએ ખુલ્લામા ફટાકડાનુ વેચાણ કરવાવાળા સામે વિવિધ છ ઝોનમા એસ્ટેટ વિભાગ તરફથી કરવામા આવેલી કાર્યવાહીને કારણે અમદાવાદ શહેરમા દિવાળીના પર્વ અગાઉ કુલ મળીને ૪૦૦થી વધુ આ પ્રકારે ફટાકડાનુ વેચાણ કરી રહેલા એકમોને એસ્ટેટ વિભાગ દ્વારા બંધ કરાવવામા સફળતા મેળવી શકાઈ હતી.દરમિયાન ગત વર્ષે કરવામા આવેલી કાર્યવાહીના પરિણામે આ વર્ષે અત્યારથી જ મ્યુનિસિપલ ફાયર વિભાગ તરફથી પણ એનઓસી મામલે અપનાવવામા આવેલા કડક વલણને પરિણામે અત્યાર સુધીમા ૨૬૩ જેટલા પરવાનેદારો દ્વારા માગવામા આવેલી એનઓસી તમામ બાબતોની ચકાસણી કરવામા આવ્યા બાદ આપવામા આવી છે. અત્રે નોંધનીય છે કે,અમદાવાદ શહેરના કાલુપુર,રાયપુર દરવાજા,નરોડા કુબેરનગર,માણેકચોક,ટંકશાળ અને દિલ્હી દરવાજા બહાર સહિતના વિસ્તારોમાંથી મ્યુનિસિપલ ફાયર વિભાગને એનઓસી માટેની અરજીઓ મળતી હોય છે.ચીફ ફાયર ઓફિસરના કહેવા પ્રમાણે પાકુ બાંધકામ હોય,ઈલેકટ્રીકસિટીની તેમજ પાણીની સગવડ હોય તેવા એકમોને જ ફટાકડા વેચવાની એનઓસી આપવામા આવતી હોય છે.ગત વર્ષની જેમ આ વર્ષે પણ આગામી દિવસોમા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરીને જે વિસ્તારોમા એનઓસી વગર ફટાકડા વેચવામા આવી રહ્યા હશે એવા એકમો સામે કાર્યવાહી કરવામા આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks