નોટાની સૂચના આપવા પાછળનું શ્રેષ્ઠ કારણ ચૂંટણીપંચ જ જાણે ?

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ જુદી-જુદી રીતે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને હવા ભરીને ક્રોસ વોટિંગ કરાવી તેમના રાજ્સભાના ઉમેદવારને જીતાડવા ધમપછાડા કરી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે પહેલા રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. ત્યારબાદ નોટાના વિકલ્પની સૂચના આપવામાં આવી હતી. આની પાછળનું શ્રેષ્ઠ કારણ કયું તે તો ચૂંટણીપંચ જ જાણે. એવી ટ્‌વીટ કરીને અહમદ પટેલે ચૂંટણીપંચ ઉપર પણ સરકારનું અને ભાજપનું દબાણ હોવાનો આડકતરો ઈશારો કર્યો છે. દરમિયાન અહમદ પટેલે કરેલી ટ્‌વીટને સંમર્થન આપતા સેકડો લોકોએ રિ-ટ્‌વીટ કરી પોતાનો આક્રોશ ચૂંટણી પંચ તેમજ ભાજપની સરકાર પર ઠાલવ્યો હતો અને એવો મત વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી પંચ પણ સ્વાયત્‌ સંસ્થા તરીકે વર્તવાને બદલે પાંજરાના પોપટની જેમ વર્તી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks