Gujarat

કર્મચારી સંઘના પ્રમુખે માથે મુંડન કરાવ્યું ર૦ હજાર કર્મીઓ નોટાનું બટન દબાવશે

(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૧
લોકસભાની ચૂંટણીનો પુરજોશમાં રાજકીય પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર-પ્રસારમાં પરસેવો પાડી રહ્યા છે ત્યારે કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકીથી રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં મતદારોને મનાવવા ભારે મથામણ ચાલી રહી છે. ગુજરાતમાં ફરજ બજાવતા સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓ પણ તેમની પડતર માંગણીઓ લઈને સરકાર સામે બાયો ચઢાવી છે સંગઠનના પ્રમુખ અમિત કવિએ કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને માથે મુંડન કરી વિરોધ નોંધાવવાની સાથે રાજ્યમાં ફરજ બજાવતા તમામ ૨૦ હજાર કર્મચારીઓ નોટામાં મત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોડાસા શહેરમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજના કરાર આધારિત કર્મચારીઓના સંઘના પ્રમુખ અમિત કવિએ રાજ્ય સરકારમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા “માથે મુંડન” કરી વિરોધ નોંધાવ્યો હતો અનોખા વિરોધ પ્રદર્શનમાં ઉપપ્રમુખ આશિષ પટેલ અને કારોબારી સભ્ય કીર્તિ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કરાર આધારિત ૨૦ હજાર કર્મચારીઓ નોટામાં મત આપી સરકારને ઘરનો રસ્તો દેખાડશે તેમ ઉગ્ર રોષ પૂર્વક જણાવાયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.