નોટબંધી આ વર્ષનું સૌથી મોટું કૌભાંડ, તેની તપાસ થવી જ જોઈએ : પી.ચિદમ્બરમ્

નોટબંધીના મુદ્દે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્‌ના મોદી સરકાર

પર પ્રહાર : નોટબંધીને કુદરતી આફત કરતાં પણ વધારે

ખરાબ ગણાવી કહ્યું, લોકોને ખૂબ પરેશાની વેઠવી પડી છે

 

 

નવી દિલ્હી તા. ૧૩

પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદંમ્બરમે આ પગલાંને વર્ષોનું સૌથી મોટું કૌભાંડ ગણાવતા નોટબંધીના પગલાંને ગરીબો પરનો પ્રહાર ગણાવ્યું. ચિદમ્બરમે કહ્યું કે બેન્કીંગ સિસ્ટમમાં જો ચલણ સંપૂર્ણપણે પાછું આવી ગયું છે તો આ સંપૂર્ણ કવાયતને શું કહેવાય ? તેમણે કહ્યું કે નોટબંધીને કુદરતી આફત કરતાં પણ ખરાબ ગણાવી, તેનાથી લોકોને ખૂબ પરેશાની વેઠવી પડી છે. તેમણે આરબીઆઈના આંકડાઓનો હવાલો આપતા નોટબંધી પર ખોદા પહાડ નીકલી ચૂહિયા જેવા ટોણા પણ માર્યા. ચિદમ્બરમે દાવો કર્યો કે નોટબંધીથી ભ્રષ્ટાચાર થતો અટક્યો નથી અને ન તો કાળા ધન પર કોઈ અસર થઈ છે. ત્યાં સુધી કે આતંકવાદનું ભંડોળ પણ અટક્યું નથી. પી. ચિદમ્બરમે કહ્યું કે નોટબંધી કેન્દ્ર સરકારનો ગરીબો પર સૌથી મોટો હુમલો છે. તેમણે કહ્યું ૪પ કરોડની આબાદી દૈનિક મજૂરી પર આધારિત છે. સરકારે તેમની કમર તોડી નાંખી છે. ચિદમ્બરમે કહ્યું કે જો બધા જ નાણાં બેન્કીંગ સિસ્ટમમાં પાછા આવી ગયા તો મોટો પ્રશ્ન એ છે કે આ પ્રવૃત્તિ શા માટે કરવામાં આવી. તેમણે રિઝર્વ બેંક ઉપરાંત આરએસએસ વિચારકના ઈન્ટરવ્યુને ધ્યાનમાં લઈને જણાવ્યું કે આશરે ૧૩ લાખ કરોડથી વધુ નાણું અત્યારસુધીમાં બેંકોમાં પાછં આવી ગયું છે. ચિદમ્બરમે પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહને લક્ષ્યમાં લેતા કહ્યું કે લાંબા ગાળામાં દેશની જીડીપી આનાથી પણ વધુ ખરાબ રીતે પ્રભાવિત થશે. પૂર્વ નાણાંમંત્રી એ કહ્યું જીડીપી માટે લાંબા ગાળાની અસર નકારાત્મક હશે. વર્ષની શરૂઆતમાં આરબીઆઈએ કહ્યું કે ૭.૬ ટકાના દરથી વિકાસ થશે. પછી કહ્યું કે પ્રથમ છ માસમાં વિકાસ ૭.૧ ટકાના દરે થશે હવે કહી રહ્યા છે કે આખા વર્ષમાં વિકાસદર ૭.૧ ટકાની આસપાસ રહેશે. ચિદમ્બરમે કહ્યું ડો. મનમોહનસિંહનું આકલન છે કે જીડીપી બે ટકા ઘટશે. લોકો શા માટે વિરોધ નથી કરતા ? આ પ્રશ્ન પર તેમણે કહ્યું લોકો રોકડા માટે લાઈનમાં ઉભા છે. લોકો પોતાની ફરિયાદો નોંધાવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે ધનાઢ્ય લોકો પર નોટબંધીની અસર થશે તે ફક્ત એક ભ્રમ છે. મેં કોઈપણ ધનાઢ્ય વ્યક્તિને પરેશાન થતા નથી જોયા. હું એક લગ્નની ઉજવણીમાં ગયો હતો. કોઈના માથા પર ચિંતાની રેખા ન હતી. ચિદમ્બરમે જણાવ્યું કે ર લાખ એટીએમમાં ફક્ત ૩પ ટકા એટીએમ કામ કરી રહ્યા છે. ૬પ ટકા એટીએમ કામ નથી કરી રહ્યા. તેમણે કહ્યું હું તિરૂપતી ગયો હતોે. ત્યાંના આશરે બધી જ બેંકોની શાખાઓ અને એટીએમ છે. એક પણ કામ કરતા ન હતા. પ૦૦૦ એટીએમ ઉત્તર-પૂર્વમાં છે. ૩પ૦૦ એટીએમ ફક્ત આસામમાં છે. બાકીના ઉત્તર-પૂર્વમાં અન્ય રાજ્યોમાં છે. કોઈ પણ એટીએમમાં પૈસા નથી. બિહાર અને ઝારખંડમાં ર૦-ર૦ કિલોમીટરના અંતરે બેંકો છે. લોકો ર૦૦૦રૂા.ની નોટ લેવા કેવી રીતે જશે. આવી પીડા લોકોએ કુદરતી આફતોમાં પણ સહન નથી કરી. અધિકારીઓને રૂા.ર૦૦૦ની નવી નોટોમાં લાંચ લેતા પકડવામાં આવ્યા છે. દરોડામાં મોટા પ્રમાણમાં નવી નોટો મળી આવી. એન્કાઉન્ટર બાદ આતંકીઓ પાસેથી રૂા.ર૦૦૦ની નવી નોટ મળી. ચિદમ્બરમના અનુસાર આવી સ્થિતિમાં સરકારના દાવાઓનો કોઈ અર્થ નથી. નોટબંધી અંગે તેમણે જણાવ્યું કે સરકારે પ૦૦ રૂપિયાની નોટ શા માટે બંધ કરી જ્યારે આ નોટ સૌથી વધુ ચલણમાં હતી. ત્યારબાદ રૂા.ર૦૦૦ની નોટ શા માટે લાવ્યા. આ સૌથી મોટું કૌભાંડ છે. આ અંગે તપાસ થવી જોઈએ. પ૦ દિવસોમાં સ્થિતિ સામાન્ય નહીં થાય. ૯૧ લોકો બેંકોની લાઈનોમાં ઉભા રહીને મોતને ભેટ્યા. લોકો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે અને તેમને ફક્ત રૂા.રપ૦૦ મળે છે. સરકાર ખેડૂતોને સજા આપી રહી છે. ગામડાઓના બજારો કેટલાય દિવસથી બંધ છે. ચિદમ્બરમે કહ્યું કે સ્થિતિ કેવી રીતે સામાન્ય થશે કારણ કે એક મહિનામાં ૩૦૦ કરોડથી વધુ નોટો છપાતી નથી. ચિદમ્બરમે પુછ્યું કે શું નોટબંધીથી ભ્રષ્ટાચાર ઓછું થયું ? તે ફક્ત એક ભ્રમ છે કે અમીરોને મુશ્કેલી થઈ રહી છે. તેમાં ગરીબો પરેશાન થઈ રહ્યા છે. લોકો પોતાના જ રૂપિયા બેંકમાંથી લેવામાં પેરશાન થઈ રહ્યા છે. આ કૌભાંડની તપાસ થવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts