વેનેઝુએલાએ જનઆક્રોશ સામે ઝૂકીનેનોટબંધીનો નિર્ણય રદ કરવો પડ્યો

વેનેઝુએલામાં લોકોનો ભારે વિરોધ થતાં આખરે સરકારે ૧૦૦-બોલીવર બિલ્સની નોટને રદ કરવાનો નિર્ણય રદ કરવો પડ્યો : રાષ્ટ્ર્‌પતિ નિકોલસ મદુરોએ ક્હ્યું કે દાણચોરી અટકાવવા માટે ૧૦૦ બોલીવર નોટનું ચલણ રદ કરવું અત્યંત જરૂરી

કેરાકસ તા. ૧૮

એક બાજુ ભારત જેવા વિશાળ દેશમાં કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર જ નોટબંધી જેવો મહત્વનો અને મોટો નિર્ણય રાતોરાત લઈ લેવામાં આવ્યો તો દક્ષિણ અમેરીકન દેશ વેનેઝુએલા જેવા ટચૂકડા દેશમાં લોકોને ભારે વિરોધ પ્રદર્શન થતા આખરે વેનેઝુએલાની સરકારે તેના એક ચલણને રદ કરવાનો નિર્ણય રદ કર્યો પડ્યો છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોએ ૨ જાન્યુઆરી સુધી ચલણી નાણુ ૧૦૦-બોલીવર બિલ્સને રદ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. બીબીસીની એક ખબર અનુસાર દક્ષિણ અમેરીકન દેશ વેનેઝુએલામાં આર્થિક કટોકટી અને ભારે લોક વિરોધને પગલે નોટબંધીનો નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રજોગ પ્રવચનમાં મદુરોએ એવો દાવો કર્યો કે વેનુઝુએલા આંતરરરાષ્ટ્રીય ભાંગફોડનો ભોગ બન્યું છે જેને કારણે દેશમાં સમયસર ૫૦૦ બોલીવર ચલણ આવતું અટકી રહ્યું છે. વેનેઝુએલામાં રોકડ રકમની ભારે તંગી પ્રવર્તી રહી હતી અને અહિં પણ ભારતની જેમ રોકડ રકમ લેવા માટે બેન્કોની બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી પરિણામે લોકજુવાળ ફાટી નીકળ્યો હતો અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેને પગલે સરકારે તેનો નિર્ણય પાછો ખેંચ્યો છે.રાષ્ટ્રપતિ મદુરોએ આગળ કહ્યું કે વિદેશમાં વેનેઝુએલાનું ચલણ સંઘરી રહેલા માફીયાઓને અંકૂશમાં લાવવા માટે નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને ૨ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દાણચોરી અટકાવવા માટે ૧૦૦ બોલીવર નોટનું ચલણ રદ કરવું અત્યંત જરૂરી છે. સરકારે ચાલુ અઠવાડિયે ૧૦૦ બોલીવુર નોટને ચલણમાંથી રદ કરી નાખી હતી. જેને પગલે ભારે વિરોધ થયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાંથી રાષ્ટ્રજોગ સંદેશમાં નિકોલસ મદુરોએ કહ્યું કે નવી ૫૦૦, ૨,૦૦૦ અને ૨૦,૦૦૦ ની બોલીવર નોટની લઈને આવી રહેલા ત્રણ વિમાનોના આગમનમાં મોડું થયું હતું તેમણે કહ્યું કે એક વિમાનને દિશા બદલાનો હુકમ આપવામાં આવ્યો હતો અને તેને બીજા દેશમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. અને ત્રીજા એક વિમાનને ઉડ્ડયનની મંજૂરી આપવામાં નહોતી આવી. વેનેઝુએલામાં ગુરુવારે ૧૦૦ બોલીવરની નોટને ચલણમાંથી રદ કરવામાં આવી હતી. જોકે સરકારના નવા નિર્ણયને પગલે લોકો હવે ૨ જાન્યુઆરી સુધી નોટને વાપરી શકશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts