નોટબંધીનું એક વર્ષ : મોદી સરકારના દાવા અને ગંદા કાવતરા ખુલ્લા પડી ગયા

(એજન્સી) તા.૧૦
કેન્દ્રની મોદી સરકાર સૌથી મોટા ક્રૂરમજાકનું “સફળતાપૂર્વક નિષ્ફળતા”નો ઉત્સવ મનાવી રહી છે. કોઈપણ ચૂંટાયેલી સરકારે આવું પગલું ભર્યું નથી. ગયા વર્ષે ૮મી નવેમ્બરની રાત્રે ૮ વાગે ભારતના વડાપ્રધાને ટેલિવિઝન પર જાહેરાત કરી હતી. તેમણે પોતાની આશ્ચર્યજનક આર્થિક બુદ્ધિમત્તાથી દેશના લોકોને લૂંટવાનું નક્કી કર્યું હતું. લોકોના સખત મહેનતથી કમાયેલા નાણાં અને જનજીવનને અસ્તવ્યસ્ત કરીને “કાળુ નાણું” આતંકવાદ અને બનાવટી ચલણને દેશમાંથી નાબૂદ કરવાનું નક્કી કર્યું તે ખૂબ આનંદથી ઉત્સાહિત જણાતા હતા અને ગર્વ અનુભવતા હતા. સરકારનું વિશ્લેષણ વારંવાર બદલાતું હતું અને પ્રજા તેમાં ઝળહળતી નિષ્ફળતા જોઈ રહી હતી. એકલા હાથે લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. સરકારના આદેશોથી આરબીઆઈ પણ સરકાર સાથે જોડાઈ ગઈ હતી. અને દરરોજ નવા-નવા સર્ક્યુલરો બહાર પાડતી હતી. તેઓ પોતાના સ્ટેન્ડને બદલી શકતી ન હતી. આરબીઆઈ ચોક્કસ જાણતી હતી કે આમાં સરકારનો નિર્ણય તદ્‌ન નિષ્ફળ ગયો છે. કોઈપણ જાતના મૂળભૂત આર્થિક ચર્ચા-વિચારણા વિના વડાપ્રધાનને એક શક્તિશાળી માણસ તરીકે રજૂ કરવાના હતા. તેની પ્રથમ વરસીએ આર્થિક બાબતે મૂર્ખાઈ ભરેલા ગોટાળા, સરકાર અને તેમના જમણા હાથના અર્થશાસ્ત્રીઓ આ નિષ્ફળતાના સફળતાપૂર્વક વખાણ કરતા રહ્યા. સરકારે ર,૦૦,૦૦૦ શેલ કંપનીઓ માટે દાવો કર્યો જો કે આ દાવા માટે કોર્પોરેટ મંત્રાલય અથવા નાણાં મંત્રાલય દ્વારા કોઈ દાવા રજૂ કરવામાં આવ્યા નથી.
શેલ કંપની શું છે ?
ર૧મી જુલાઈ ર૦૧૭ના દિવસે લોકસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો જેનો ર્સ્જ કોર્પોરેટ અફેર્સે જવાબ આપતા જણાવ્યું હતું કે શેલ કંપનીની વ્યાખ્યા કંપની એકટ પ્રમાણે આપવામાં આવી નથી. તેમ છતાં પણ કંપનીના રજિસ્ટ્રારોએ ૧,૬ર,૬૧૮ કંપનીઓને તા.૧ર-૭-ર૦૧૭ પછી કંપની એકટ ર૦૧૩ની સેકશન ર૪૮ મુજબ રજિસ્ટરમાંથી કાઢી નાંખી એ વાતનો ઉલ્લેખ અહિયા કરવો ખૂબ અગત્યનો છે. કારણ કે શેલ કંપનીનો ઉલ્લેખ કંપની એકટ કે ભારતના કોઈપણ એકટ પ્રમાણે કરવામાં આવ્યો નથી.
તેથી વડાપ્રધાન અને બીજા મંત્રીઓ શેલ કંપનીનું અર્થઘટન કરે છે ? જો કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. આપણે માનીએ છીએ કે કંપની કે જે સંશયાત્મક, અનિશ્ચિત વ્યવહારોને સુસંગત અને જરૂરી વેરાઓને ભરવાનું ટાળે છે. તેમને શેલો કંપનીઓ કહેવામાં આવે છે. આ વ્યાખ્યાને માનવાનું કારણ એ છે કે આ શબ્દોનો વારંવાર પ્રયોગ કાળાધન સાથે સંકળાયેલો છે.
ર૦૧૬-૧૭ના વાર્ષિક અહેવાલમાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે ૧,૬૧૩,૩૭૧ કંપનીઓ રજિસ્ટર થયેલી છે તેવું દર્શાવેલું છે. સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં મોદીએ જાહેરાત કરી હતી કે સરકારે ત્રણ લાખ શેલ કંપનીઓની ઓળખાણ કરી લીધી છે. આ જ વાક્યનું હમણા હિમાચલપ્રદેશની ચૂંટણી રેલીમાં પણ મોદીએ પુનરાવર્તન કર્યું હતું. ૧૭મી સપ્ટેમ્બર-ર૦૧૭ના પ્રગટ થયેલા અહેવાલમાં નાણાંમંત્રાલયે કુલ ૬૦૦,૦૦૦ કંપનીઓ વાર્ષિક રીટર્ન ભરે છે તેવું જણાવ્યું છે. કાર્યરત ન હોય તેવી કંપનીઓને સરકારે કાઢી નાંખી છે. સરકારે જે કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં સતત વાર્ષિક રીટર્ન ન ભર્યું હોય ૧૬૪ (ર) મુજબ સતત પાંચ વર્ષ સુધી તેવી કંપનીઓના ડાયરેકટરોને પણ સરકારે ગેરલાયક ઠેરવ્યા છે. એમસીએની વેબસાઈટ ઉપર ગેરલાયક ઠેરવવાની સરસ પદ્ધતિ રજૂ કરવામાં આવેલી છે. તેમાં જુદી જુદી કંપનીના ૪૬૦,૪૮૪ જેટલા ડાયરેકટરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં ખૂબ જ નવાઈ પમાડે તેવી વાત ગેરલાયક ઠેરવવામાં કેટલાક રાજ્યોમાં આરઓસીએ ૧લી નવેમ્બર ર૦૧૪થી ડાયરેકટરો પર પ્રતિબંધ લગાવી દીધો. જ્યારે બીજેપી શાસિત રાજ્યોમાં તેનો અમલ ૧લી નવેમ્બર ર૦૧૬થી કરવામાં આવ્યો. આરઓસી બેંગ્લોરે તેમના પર ૩ર૩ જેટલા ડાયરેકટરોને ગેરલાયક ઠેરવ્યા હતા.
-રવિ નાયર
(સૌ.ઃ જનતાકારિપોર્ટર)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks