મોદીના મિત્રોએ કાળાં નાણાં ધોળા કર્યા, નોટબંધી કૌભાંડ : નોટબંધી અંગે રાહુલના પ્રહાર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
નોટબંધી અંગે આરબીઆઇના રિપોર્ટ બાદ જંગે ચડેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે વડાપ્રધાન મોદી પર સમગ્ર નોટબંધીની પ્રક્રીયા બદલ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ કાંઇ નહીં પણ મોટું કૌભાંડ હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીએ દેશને વાયદો કર્યો હતો કે, કાળા નાણા, નકલી નોટો અને આતંકવાદીઓની ફંડિગ પર નોટબંધી લગામ લગાવશે પણ આરબીઆઇના રિપોર્ટે સાબિત કર્યું છે કે, આ તમામ ત્રણ ગણતરીઓ નિષ્ફળ નિવડી છે. પક્ષના મુખ્યમથક પર પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, પરિણામ સ્વરૂપે તમામ નાણું આરબીઆઇ પાસે આવી ગયું. પીએમ મોદીએ આ અંગે જવાબ આપવો જ પડશે. શા માટે તમે દેશને, તેના યુવાઓને, તેના દુકાનદારોને અને નાના વેપારીઓને આટલો મોટો ઘા આપ્યો. રાહુલે એમ પણ કહ્યું કે, પીએમ મોદી નોટબંધી માટે માફી પણ માગી શકશે નહીં કારણ કે આ ભૂલ હતી જ નહીં પણ ઘનિષ્ઠ મૂડીવાદીઓને નાણા આપીને જાણીજોઇને દેશના ગરીબોને પાયમાલ કર્યા છે. આને તો જુમલા પણ કહી શકાય નહીં પણ આ તો મસમોટુ કૌભાંડ છે. મોદી સાચું કહેતા હતા કે છેલ્લા ૭૦ વર્ષમાં કોઇપણ સરકાર કરી શકી નથી તે તેમની સરકારે કરી બતાવ્યું છે.
રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે પીએમ મોદીએ હવે જણાવવું પડશે કે તેમણે કેમ નોટબંધી લાગુ કરી હતી. તેમણે જનતાના નાણા ઉદ્યોગપતિઓને આપી દીધા જેના કારણે દેશની ગરીબ જનતાની ખુવારી નીકળી ગઇ. હું લોકોને નોટબંધીનું સાચું કારણ જણાવવા માગું છું.પીએ મોદીના ૧૦-૧૫ મૂડીવાદી મિત્રો દેવાદાર બન્યા હતા. તેમણે આ લોકોની મદદ માટે જ આ નિર્ણય લીધો છે. તેમના કાળા નાણા ઘોળા કરવામાં આવ્યા. રાહુલ ગાંધી અનુસાર ગુજરાત કો-ઓપરેટિવ બેંકોના મામલે આપણે જોયું છે કે, અમિત શાહ જે બેંકના નિર્દેશક છે ત્યાં ૭૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. પીએમે દેશને જણાવવું જોઇએ કે આખરે આ નિર્ણય કેમ લીધો અને શા માટે દેશવાસીઓને ઘા પહોંચાડવામાં આવ્યો. આવુંં તો છેલ્લા ૭૦ વર્ષમા કોઇ વડાપ્રધાને નથી કરી બતાવ્યું.
રાહુલ ગાંધીના પ્રહાર એટલે સુધી શમ્યા નહોતા તેમણે કહ્યું કે, નોટબંધીનો ઉદેશ્ય સ્પષ્ટ હતો. પીએમે પોતાના મિત્રોને મદદ કરવી હતી. નોટબંધી ભૂલ ન હતી પણ આ ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે લેવાયેલું પગલું હતું. યુપીએ શાસનમાં નોન પર્ફોમિંગ એસેટ્‌સ(એનપીએ) ૨.૫ લાખ કરોડ રૂપિયા હતી. હવે આ રકમ વધીને ૧૨.૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોચી ગઇ છે. રાફેલ ડીલ અંગે તેમણે કહ્યું કે, રાફેલ ડીલ મુદ્દે પણ તમામ બાબતો સ્પષ્ટ છે. અનિલ અંબાણી પર ૪૫ હજાર કરોડ રૂપિયાનું દેવું હતું. તેમણે આ ડીલના ફક્ત ૧૦ દિવસ પહેલા કંપનીની સ્થાપના કરી. એચએએલ ૭૦ વર્ષથી વિમાન બનાવી રહી છે. જે વિમાનની કિંમત ૫૨૦ કરોડ રૂપિયા હતી તેને ૧૬૦૦ કરોડ રૂપિયામાં કેમ ખરીદવામાં આવ્યા ? અંબાણી અને પીએમ મોદી વચ્ચે કેવો સોદો થયો હતો ? ભારત-ફ્રાન્સનું સંયુક્ત નિવેદન સ્પષ્ટતા કરે છે કે, જે ૩૬ વિમાન સવાલોના ઘેરામાં હતા તે લગભગ એક જેવા જ છે.

‘‘તમારી પાસે છ કલાકથી પણ ઓછો સમય બચ્યો છે’’ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની સમયમર્યાદા વીતવાને આરે આવતાં રાહુલ ગાંધીએ અરૂણ જેટલી અંગે ટિ્‌વટ કર્યું

રાફેલ ડીલ પર નાણા મંત્રી અરૂણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના જવાબો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે સંયુક્ત સંસદીય સમિતિ (ત્નઁઝ્ર) બનાવવા માટેની ડેડલાઈન યાદ કરાવી છે. તેઓએ કહ્યું કે, “જેટલી જી, રાફેલ મામલે ત્નઁઝ્ર બનાવવાની તમારી ડેડલાઈન માટેનો સમય ૬ કલાકથી પણ ઓછો બચ્યો છે. યુવા ભારત તમારી રાહ જોઈ રહ્યાં છે. અરૂણ જેટલીએ બુધવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી વિમાનની કિંમત ને લઈને સવાલ ઊઠી રહ્યાં છે, પરંતુ તેઓએ પોતાના ૭ ભાષણોમાં તેની અલગ અલગ કિંમત બતાવી છે. તેમના દ્વારા આપવામાં આવેલા તથ્યો ખોટાં છે. આ અંગે વાત કરવી પ્રાઈમરી સ્કૂલમાં થતી ચર્ચા જેવું છે. આ અંગે રાહુલે ટ્‌વીટ કરી જવાબ આપ્યો કે, “મામલાના ઉકેલ માટે ત્નઁઝ્ર અંગે તમારું શું મંતવ્ય છે? તમારા સર્વોચ્ચ નેતા પોતાના મિત્રને બચાવી રહ્યાં છે. ત્યારે શક્ય છે કે તે માટે ત્નઁઝ્રની રચના સુવિધાજનક ન હયો. આ અંગે વિચારો અને ૨૪ કલાકમાં જવાબ આપો.

નોટબંધી ભૂલ નહોતી, ગરીબોને પાયમાલ કરવા કરાઇ : રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે, ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલી નોટબંધી કોઇ ભૂલ નહોતી પણ મોટા ઉદ્યોપતિઓને મદદ કરવા માટે દેશના નાગરિકો પર હુમલો હતો. બુધવારે આરબીઆઇએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, નોટબંધી સમયની લગભગ ૯૯.૩૦ ટકા રકમ બેંકોમાં પરત ફરી છે ત્યારબાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, આ કૌભાંડ સિવાય કાંઇ જ નથી. હું લોકોને નોટબંધીનું સાચું કારણ જણાવવા માગું છું.પીએ મોદીના ૧૦-૧૫ મૂડીવાદી મિત્રો દેવાદાર બન્યા હતા. તેમણે આ લોકોની મદદ માટે જ આ નિર્ણય લીધો છે. તેમના કાળા નાણા ઘોળા કરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આને તો જુમલો પણ ના કહી શકાય પણ આ તો કૌભાંડ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks