નોટબંધી બાદ જૂની એક હજારની ૯૮.૬ ટકા પરત આવી : RBI

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ર૦૧૬-૧૭ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે, રૂા.૧૦૦૦ની નોટો બંધ કર્યા બાદ જૂની નોટો પૈકી ૯૮.૬ ટકા રકમ બેન્કીંગ સિસ્ટમમાં પાછી આવી છે. જ્યારે માત્ર ૧.૩ ટકા એટલે ૮.૯ કરોડ નોટો પરત આવી નથી. કેન્દ્ર સરકારે નવેમ્બરમાં નોટબંધી લાગુ કરી હતી અને પછી નોટબંધીમાં બંધ થયેલી ૧૦૦૦ અને પ૦૦ની નોટના ૧પ.૪૪ લાખ કરોડ પૈકી ૧પ.ર૮ લાખ કરોડ બેન્કીંગ સિસ્ટમમાં પાછા આવી ગયા છે. નોટબંધી અગાઉ રૂા.૧૦૦૦ની નોટોની કુલ સંખ્યા ૬૩ર.૬ કરોડ હતી એટલે કે ચલણમાં ૧૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય રૂા.૬,૩ર૬ કરોડ હતું. તેમાંથી ૮૯ અબજ મૂલ્યની નોટ પાછી ફરી નથી. નોટબંધી પછી ચલણમાં ફરતી નોટોના કુલ મૂલ્યમાં રૂા.ર૦૦૦ની નવી નોટોનો ભાગ પ૦.ર ટકા છે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી પછી નવી નોટોને લઈ ર૦૧૬-૧૭માં છાપવાનો ખર્ચ બે ગણો વધી રૂા.૭,૯૬પ કરોડ થયો છે. ર૦૧પ-૧૬માં રૂા.૩,૪ર૧ કરોડ છાપવાનો ખર્ચ હતો. નોટબંધી પછી બેન્કીંગ સિસ્ટમમાં નોટોનું ચલણ ર૦.ર ટકા ઘટ્યું છે. વર્તમાન વર્ષે ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય ૧૩.૧ લાખ કરોડ છે જ્યારે ગયા વર્ષે આ મૂલ્ય ૧૬.૪ કરોડ હતું. આરબીઆઈના અહેવાલ પ્રમાણે માર્ચ ર૦૧૭ સુધીમાં બેન્કીંગ સિસ્ટમમાંથી ૭,૬ર,૦૭ર નકલી નોટો પકડી પાડવામાં આવી હતી. રૂા.ર૦૦૦ અને રૂા.પ૦૦ની નવી ડિઝાઈનની નોટોની નકલ ચિંતાજનક છે. રૂા.ર૦૦૦ની નવી ડિઝાઈનની ૬૩૮ અને રૂા.પ૦૦ની નવી ડિઝાઈનની ૧૯૯ જાલી નોટો પકડી પાડવામાં આવી છે.
RBIએ ડેટા જાહેર કર્યા બાદ પી.ચિદમ્બરમનો વેધક સવાલ કાળા નાણાને ધોળા કરવા નોટબંધી કરવામાં આવી હતી ?

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટબંધી બાદ આજે તેની વેબસાઈટ પર જાહેર કર્યું હતું કે રૂા.૧ હજારની ૬૭૦ કરોડ નોટોમાંથી ૮.૯ કરોડ જૂની નોટો પાછી આવી નથી. આ આંકડાઓ સામે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે રિઝર્વ બેંકને નિશાન બનાવી કહ્યું છે કે, નોટબંધી પછી ૧પ,૪૪,૦૦૦ કરોડ રૂપિયાની જૂની નોટોમાંથી ૧૬ હજાર કરોડ રૂપિયાની નોટો પાછી આવી નથી. જે ૧ ટકો છે. જે અંગે રિઝર્વ બેંકને શરમ આવવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, રિઝર્વ બેંકે ૧૬ હજાર કરોડ પ્રાપ્ત કર્યા પરંતુ નવી નોટો છાપવાનો ખર્ચ ર૧ હજાર કરોડ થયો. આવા અર્થશાસ્ત્રી નોબેલ પુરસ્કાર યોગ્ય છે. ૯૯ ટકા નોટો કાનૂની રીતે બદલવામાં આવી. શું નોટબંધી એવી યોજના હતી જેના દ્વારા કાળા ધનને સફેદ બનાવવાની યોજના બનાવાઈ હતી ? ગયા વર્ષે ૮ નવેમ્બરે નોટબંધી કરાઈ હતી. જેમાં રૂા.પ૦૦/૧૦૦૦ની નોટો રદ કરાઈ હતી તેના બદલે નવી રૂા.પ૦૦/ર૦૦૦ની નોટો ચલણમાં મૂકાઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks