રાજકોટ, તા.૭
જિલ્લાના અધિકારીઓએ આઈપીએલ ક્રિકેટ ટીમ ગુજરાત લાયન્સને નોટિસ ફટકારી માલિકોને આઈપીએલના ગત સત્ર માટે દોઢ કરોડ રૂપિયાનો મનોરંજન કર ભરવા માટે કહ્યું છે. નોટિસમાં માલિકોને હાલના વર્ષના ટેકસની ગણતરી કરવા માટે આ સત્ર માટે વેચાયેલી ટિકિટોની જાણકારી આપવા કહ્યું છે. ગુજરાત લાયન્સે તાજેતરમાં સંપન્ન થયેલી આઈપીએલની પાંચ મેચ રાજકોટમાં રમી હતી. જિલ્લાધિકારી વિકાંત પાંડેયે કહ્યું કે અમે થોડા દિવસ પહેલા ગુજરાત લાયન્સને નોટિસ પાઠવીને ટેક્સની ચૂકવણી કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે અમે ગુજરાત લાયન્સના માલિકોને ગત વર્ષ રાજકોટમાં રમાયેલી પાંચ મેચો માટે ૬ ટકા મનોરંજન કર ચૂકવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું જો ટીમ માલિક નોટિસનો જવાબ નહીં આપે તો અમે અન્ય વિકલ્પો ઉપર પણ વિચાર કરી રહ્યાં છે. અધિકારીએ કહ્યું કે ટીમે બે મેચ કાનપુરમાં રમી છે. એટલા માટે અમે કાનપુર જિલ્લા કલેકટરને આ મામલાને જોવા આગ્રહ કર્યો છે.