હવે કડિયા અને મજૂરોને નાકા પરથી રૂા.૧૦મા સ્વાદિષ્ટ ભોજન મળી રહેશે

શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ

(સંવાદદાતા દ્વારા)   અમદાવાદ,તા.૧૯

ગરીબ અને મજૂરી કરતા તેમજ બાંધકામ  ક્ષેત્રે સંકળાયેલા મજુરો માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ  તથા સરકાર દ્વારા શરૂ કરાયેલ બાંધકામ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજયમાં ઘણા કડિયાનાકા પર ભોજન ફકત  ૧૦ રૂપિયામાં વિતરણ કરવાનું શરૂ થઈ ગયું છે. તેમાં અમદાવાદ શહેરના વિવિધ કડિયાનાકા પર  ૧૪ જૂનથી માત્ર ૧૦ રૂપિયામાં ભોજન આપવાની કામગીરી ચાલુ છે.

જે મજૂરો બહારથી આવે છે તેમને રહેવા અને જમવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. કેટલીક વારતો તેમને કામના સમયે જમવાનું પણ મળતું નથી આ મજુરોની મજુરી પણ નજીવી હોય છે જો તેઓ બહાર દુકાન કે ભોજનાલય પર જમવા જાય તો તેમને બપોરના ભોજનના રૂા.પ૦થી ૬૦ થાય એની જગ્યાએ તેમને સરકારની અન્નપૂર્ણા યોજના થકી રૂા.૧૦માં ભરપેટ ભોજન (ટીફીન) મળે છે અને તે પણ પોષ્ટીક અને  સાત્વિક હોય છે.  આ અન્નપૂર્ણા યોજનાના ભોજનનું મેનુ પણ દરરોજ અલગ અલગ હોય છે આ યોજના હેઠળ અમદાવાદના ઘણા  કડિયાનાકા પર ભોજન કેબિન દ્વારા વેચાણ  કરવામાં આવે છે. તથા  થોડા સમય સુધી મજુરોને  મજુર નોંધણી ચોપડી સિવાય પણ આ ભોજન આપવામાં આવશે. ત્યાર બાદ ફરજિયાત ચોપડીથી જ ભોજન આપવામાં આવશે. જેથી આ યોજનાનો દુરઉપયોગ ન થાય. સાથે સાથે મજુર નોંધણી ફોર્મ પણ શ્રમકલ્યાણ બોર્ડ દ્વારા  ભરવામાં આવે છે. આમ આ યોજનાથી મજુરો અને શ્રમજીવીઓમાં હર્ષની લાગણી જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે સરકારની આ યોજના ખૂબ જ સરાહનીય છે અને મજુરો દ્વારા  તેને આવકારવામાં પણ આવી છે પરંતુ આ યોજના  સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર ફોટા પડાવવા પૂરતી સિમિત ન રહે અને કાયમ માટે  મજુરોને રાહત દરે ભોજન પિરસાતું રહે તે જ મજુરોની લાગણી છે. કેટલાક મજુરોના મતે શું સરકાર ચૂંટણી સુધી જ આ યોજના ચાલુ રાખી ચૂંટણી બાદ બંધ તો નહીં કરી દેને ? તેવી પણ આશંકા વ્યકત કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks