(એજન્સી) તા.૧
જ્યારે સોમવારે ૧૧ વાગ્યાના સુમારે ઓનલાઇન એનઆરસી ડ્રાફ્ટ પર તપાસ કરી તો સાબાન અલી કહે છે કે મને ભારે આંચકો લાગ્યો. સાબાન અલી આસામના દારંગ જિલ્લામાં આવેલા ધોલપુરનો વતની છે. તે કહે છે કે તે અને તેની પત્ની તથા દીકરાનો એનઆરસી ડ્રાફ્ટમાં ક્યાંય સમાવેશ કરાયો ન હતો. ૪૦ વર્ષીય શાબાન અલી કહે છે કે મને હવે સમજાતું નથી કે આગળ શું કરવું. આ તમામ પ્રક્રિયાએ તેને મુંઝવણમાં નાખી દીધો છે. અલી કહે છે કે જ્યારે તમામ પરિવારોની વિગતો એનઆરસી પ્રક્રિયા દરમિયાન એકઠી કરવામાં આવી રહી હતી ત્યારે તેમણે તમામ પ્રકારના દસતાવેજો અને પુરાવા રજૂ કર્યા હતા. તેમના દાદાનું નામ પણ વ્યવસ્થિત રીતે લખવામાં આવ્યું ન હતું. જોકે આ મામલે તેણે ફરિયાદ પણ કરી હતી. તે કહે છે કે જ્યારે મને આ મામલે જાણ થઈ તો મેં તાત્કાલિક ભૂલ તરફ ધ્યાન દોર્યું અને મારા દાદાનું સાચું નામ જણાવ્યું. ત્યારે મેં જરુરી કાયદેસર દસ્તાવેજો રજૂ પણ કર્યા હતા અને ત્યારે બધું જ બરાબર પણ હતું. જોકે તેના બાદ વેરીફેકશન આધારિત ડેટા આવ્યો તો મને જાણ થઇ કે મારું તો એનઆરસી ડેટામાં નામ જ નથી. ધોલપુરના કિરકારા ગામમાં પાંચમાંથી ત્રણ ભાઇને તો યાદીમાં જ બાકાત રખાયા છે. આવું કેવી રીતે બની શકે. પાંચ ભાઇ પૈકી એક કહે સદ્દામ હુસૈન કહે છે કે અમે જરુરી યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા અને તેની સાથે બાકીના અન્ય પુરાવાઓ પણ આપ્યા હતા. તેમ છતાં આવો નિર્ણય કરાયો. જે દર્શાવે છે કે સમગ્ર પ્રક્રિયામાં જ કોઈ ગંભીર ખામી છે. તેમણે કહ્યું કે મારા પરિવારને આશા છે કે આગામી રાઉન્ડમાં કદાચ આ તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે. અમારી પાસે તમામ જરુરી દસ્તાવેજો છે છતાં આવું થયું. જોકે સોમવારના રોજ અન્ય આવી અનેક ઘટનાઓ બની હતી. જેમની પાસે જરુરી દસતાવેજો હતા તેમને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.