NRCને કારણે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોને અસર થશે : મમતા બેનરજી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે જણાવ્યું હતું કે, આસામ એનઆરસી ડ્રાફ્ટની જાહેરાત પાડોશી દેશ બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો તોડી પાડશે. ૩૦મી જુલાઇએ જાહેર કરાયેલા એનઆરસીના અંતિમ મુસદ્દામાં પોતાના નામ નહીં શોધી શકનારા અમારા ૪૦ લાખ લોકોમાંથી ફક્ત એક ટકા જ ઘુસણખોર હોઇ શકે છે પરંતુ ભાજપ એવુ દેખાડવાના પ્રયાસ કરી રહ્યો છે કે આમાંથી બધા જ ઘૂસણખોર છે. સંસદ બહાર તેમણે પત્રકારોને જણાવ્યુ હતું કે, એનઆરસી બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોનો નાશ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યત્વે મુર્શીદાબાદ જિલ્લામાંથી આવતા તેમના રાજ્યના આશરે ૮૩૩ લોકો આસામની જેલોમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ વોટબેંકની રાજનીતિ રમી રહી છે. એનઆરસી સમગ્ર વિશ્વને અસર કરશે. સંસદનું સંચાલન કરવાની જવાબદારી કેન્દ્રની છે.કેન્દ્રીય દળો જુએ છે કે કેટલા લોકો દેશમાં કેટલા ઘૂસણખોરો આવ્યા છે. પણ તેઓ ઘૂસણખોરોના નામે લોકોને હેરાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓએ તમામ વિપક્ષી પાર્ટીઓને આસામમાં તેમના પ્રતિનિધિઓ મોકલવા અપીલ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks