ઓઢવમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ : આરોપી ફરાર

અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ થતી હોવાથી સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે. પરંતુ સરકાર કે પોલીસથી જાણે ડર જ ના હોય તેમ બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તામાંથી બ્રાન્ડેડ દારૂની બોટલમાં નકલી દારૂ પેકિંગ કરીને ચાલતી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરી પકડાઈ છે. જોકે આરોપી તકનો લાભ લઈને રફૂચક્કર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ઓઢવના અગ્રવાલ એસ્ટેટના શેડ-૯મા અશોક મારવાડી નામનો વ્યક્તિ વિદેશી દારૂ રાખીને વેપાર કરતો હોવાની માહિતીને પગલે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ૭૮ હજારની ૭૫૦ મિલી ઈંગ્લિશ બોટલ નંગ-૧૫૬ અને પ્લાસ્ટિક બૂચ નંગ-૯૪૫ તથા ૮૩૦ ખાલી બોટલો પકડી હતી. આ ઉપરાંત કાચનું એક માપણિયું, ૧૫૦ લીટર કેમિકલ ભરેલું પ્લાસ્ટિક બેરલ, અન્ય પ લીટરના જુદા જુદા કેમિકલ ભરેલા પ્લાસ્ટિકના કેરબા, આલ્કોહોલ મીટર અને એક મોબાઈલ મળી ૭૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓઢવના અગ્રવાલ સ્ટેટના શેડ-૯મા દારૂની ડુપ્લીકેટ ફેક્ટરી ચલાવનાર અશોક રેવતમલ અગ્રવાલ નામનો શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. દારૂની રેડ દરમિયાન ત્યાંથી જુદા જુદા કેમિકલ મળી આવ્યા છે. તેના પૃથક્કરણ માટે એફએસએલની મદદ લેવાઈ રહી છે. વિવિધ સેમ્પલ લઈને એફએસએેલ તપાસ કરી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts