National

મસૂદ અઝહર મુદ્દે PM મોદી ચીનની શરણે થઇ ગયા છે : ઓમર અબ્દુલ્લાહ

(એજન્સી) શ્રીનગર, તા. ૧૪
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે ગુરૂવારે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી મસૂદ અઝહર મુદ્દે ચીનની શરણે થઇ ગયા હોવાથી આતંકવાદ મુદ્દે ભાજપ આકરૂં વલણ અપનાવવાનો દાવો કરી શકતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, સંસદીય ચૂંટણીઓ સાથે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીઓ નહીં યોજવા દેવાથી એનડીએ સરકારે પાકિસ્તાનને મોટો વિજય આપી દીધો છે. ઓમર અબ્દુલ્લાહે ટિ્‌વટર પર લખ્યું કે, અઝહર મુદ્દે પીએમ મોદી ચીનની શરણે થઇ ગયા છે અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓમાં વિલંબ કરીને પાકિસ્તાન અને તેના પ્રતિનિધિત્વની શરણે થયા છે. ભાજપ હવે આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરૂદ્ધ આકરૂં વલણ અપનાવવાનો દાવો કેવી રીતે કરી શકે છે ? વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયા હોવાના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરાયેલા આરોપો મુદ્દે રવિશંકર પ્રસાદના જવાબની પણ ઓમરે ટિકા કરી હતી. તેમણે કહ્યું કે, મંત્રીજી, ૨૦૧૭માં અનંતનાગ પેટાચૂંટણી મોકૂફ રાખીને તમારી સરકારે પાકિસ્તાનને નાન વિજય આપ્યો હતો અને વિધાનસભા ચૂંટણીઓ કરાવવામાં નિષ્ફળ જતા તમે મોટો વિજય અપાવ્યો છે. પાકિસ્તાનને ઉજવણી કરવાનું કારણ કોઇએ આપ્યું હોય તે રાહુલ ગાંધી નથી પહેલા બારીકાઇથી તમારા ઘરમા ંજુઓ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.