૧લી મેના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના મુખ્ય કાર્યક્રમો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો અને જાહેર સ્થળોને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અહમદઆબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહે બાંધેલ બદ્રનો કે જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાય છે તે ઉપરાંત સિદી સૈયદની જાળીવાળી મસ્જિદ, સાબરમતી રિવરફ્રન્ટ, શેઠ મંગળદાસ ટાઉન હોલ ઉપરાંત શહેરના તમામ પુલ, અંડરપાસ સહિતના જાહેર સ્થળો પર ખૂબસુરત રોશની કરવામાં આવી છે.
Facebook
0
Twitter
0