વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન ધોની ચોથો ભારતીય બેટ્‌સમેન બન્યો

નવી દિલ્હી,તા. ૨૮
ભારતના સ્ટાર વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્રસિંહ ધોનીએ તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી લીધુ છે. તે વનડે ક્રિકેટમાં ૯૩૭૮ રન કરવાના અઝહરુદ્ધીનના રેકોર્ડને તોડી દેવામાં સફળ રહ્યો છે. આની સાથે જ તે ભારત તરફથી સૌથી વધારે રન કરનાર ચોથો ખેલાડી બની ગયો છે. પલ્લેકલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે ગઇકાલે રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન ધોનીએ આ સિદ્ધી હાંસલ કરી હતી. કેરિયરની ૬૫મી અડધી સદી કરી હતી. આની સાથે જ કુમાર સંગાકારાના રેકોર્ડની પણ બરોબરી કરી હતી. શર્મા અને ધોનીએ ૧૫૬ રનની ભાગીદારી નોંધવી હતી. આની સાથે જ ભારતે પાંચ વનડે મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી છે.
સૌથી વધુ રન કરનારા
સચિન તેન્ડુલકર ૧૮૪૨૬
સૌરવ ગાંગુલી ૧૧૨૨૧
રાહુલ દ્રવિડ ૧૦૭૬૮
મહેન્દ્રસિંહ ધોની ૯૪૩૭
અઝહરુદ્ધીન ૯૪૩૪

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks