(એજન્સી) કાનપુર, તા.ર૯
કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
વિરાટ કોહલીએ આ મેચમાં નવ હજાર રન પૂરા કર્યા છે.
ગ્રૈડહોમના બોલ પર ચોગ્ગા ફટકારતાની સાથે જ વિરાટ કોહલીએ ૧૬૭ મેચમાં નવ હજાર રન પૂરા કર્યા છે. આ લક્ષ્ય સુધી પહોંચનારો છઠ્ઠો ખેલાડી બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ એબી ડિવિલિયર્સના નામે હતો. ગતવર્ષ મહેન્દ્રસિંહ ધોનીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ પહેલા સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરૂદ્દીનએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ભારતીય ખેલાડીઓમાં નવ હજાર રન પૂરા કરવામાં કોહલી છઠ્ઠો ખેલાડી બન્યો છે.
આજે કોહલીએ ર૦રની ઈનિંગ રમી હતી. આ પહેલાં બીજી સિરીઝમાં કોહલીએ ૩રમી સદી ફટકારતાં ઓસ્ટ્રેલિયન કપ્તાન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે સૌથી વધુ સદી ફટકારવામાં સચિન તેન્ડુલકરનું નામ સૌથી ઉપર છે.