લુણાવાડા, તા. રપ
લુણાવાડામાં ઓનલાઇન છેતરપિંડીનો ભોગબનનાર મહિલાને પચાસ હજાર રૂપિયા પરત અપાવી પોલીસ સેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચે પુરૂં પાડ્યું હતું.
ગત તા.૨/૭/૧૭ના રોજ ફરીયાદીના મોબાઇલમાં મેસેજ તેમજ ફોન કરી મહિલા-દીન નિમિત્તે ગીફટ આપવાની લાલચ આપી ફરીયાદી પાસેથી બેંક એકાઉન્ટ દ્વારા રૂપિયા પચાસ હજાર પડાવી લઇ છેતરપિંડી કરેલ જે બાબતની અરજી તા.૪/૭/૧૮ના રોજ એલ.સી.બી ખાતે આપી હતી.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા મદદનીશ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ ઉક્ત ગુનાની તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ સી.ડી.આર. એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉંડાણપૂર્વક તપાસ તેમજ બેંક એકાઉન્ટની માહિતી આધારે સ્ટાફના, અ.હે.કો. અમરસિંહ, પો.કો. હરેશસિંહ તથા પો.કો. નરેન્દ્ર એ રીતેના પોલીસના માણસો ટેક્નીકલ માહિતી આધારે બેંકમાંથી ખાતા ધારકની માહિતી કઢાવતા નાગાલેન્ડ રાજ્યના વોખા જિલ્લાના કોઇ ઇસમનું હોય જેથી બેંક મેનેજરના સતત સંપર્કમાં રહી છેતરપિંડી કરનાર ઇસમના એકાઉન્ટમાંથી પચાસ હજાર ફરીયાદીના એકાઉન્ટમાં પરત આપાવી આરોપીને પકડવા આગળની તજવીજ હાથ ધરેલ છે.