ઓરાણ તિરમીઝી સૈયદ ટ્રસ્ટનો વાર્ષિક સમારંભ યોજાયો

ઓરાણ તિરમીઝી સૈયદ ટ્રસ્ટનો સત્તરમો વાર્ષિક સમારંભ રવિવારે અમદાવાદમાં યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બુનિયાદઅલી એન.સૈયદ, ટ્રસ્ટના માજી ચેરમેન અને લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ મો.સુહેલ તિરમીઝી, પ્રેસિડેન્ટ ઓફિસર્સ એસોસિએશન (SBI)ના કમાલોદ્દીન એસ.કાદરી, નિવૃત્ત શિક્ષક સી.બી.પંચાલ, સલીમોદ્દીન જે.તિરમીઝી, શરાફતહુસેન એફ.સૈયદ, શોએબ તિરમીઝી, ફઈમ તિરમીઝી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં ઉપસ્થિત મહેમાનો અને તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમારંભમાં હાજરજનો નજરે પડે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts