મુસ્લિમો સાથે તેલંગાણાના મુખ્યપ્રધાનની છેતરપિંડી અંગે ઓવૈસી શા માટે મૌન છે ?

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
લઘુમતીઓ તેમની સાથે તેલંગાણા સરકાર દ્વારા કરવામાં આવેલીે છેતરપિંડીથી સરકાર સામે રોષે ભરાયા છે અને રાજ્યના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવ સામે લઘુમતીઓએ એક આંદોલન શરૂ કર્યું છે. ચન્દ્રશેખર રાવ સરકાર દ્વારા કરાયેલી છેતરપિંડી અંગે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી ચુપ હોવાથી આંદોલનમાં ઓવૈસીને નિશાન બનાવવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)ના લઘુમતી વિભાગના ચેરમેન નદીમ જાવીદે આંદોલનને તેમના સમર્થનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ૨૦૧૪માં ચંદ્રશેખર રાવે એવું વચન આપ્યું હતું કે સત્તામાં આવ્યાના ૪ મહિનામાં તેઓ મુસ્લિમોને ૧૨ ટકા અનામત આપશે, વકફ બોર્ડને ન્યાયીક સત્તા આપવામાં આવશે અને સ્કોલરશિપ વધારવામાં આવશે પરંતુ છેલ્લા ૪ વર્ષમાં કશું જ કરવામાં આવ્યું નથી. તેમણે એવો પ્રશ્ન કર્યો કે મુસ્લિમોની તરફેણમાં અવાજ ઉઠાવનારા ઓવૈસી હૈદરાબાદ અને તેલંગાણામાં શા માટે ચુપ છે ? હું પુછું છું કે શું ઓવૈશી તેલંગાણા સરકારને પૂછશે કે છેલ્લા ૪ વર્ષમાં સરકારે મુસ્લિમોને અનામત કેમ આપી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks